ભરતનગર ખાતે નાળીયેરી રેસા તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યા

1236

સરદાર યુવા મંડળ ભાવનગર આયોજીત અને ગુજરાત માટીકામ કલાકારી અને ટેકનોલોજીને સંસ્થા ગાંધીનગરના સહયોગથી શહેરના ભરતનગર ખાતે નાળીયેરી રેસા તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યો જેમાં ૩૧ બહેનો તાલીમ મેળવી રહી છે. જેમાં ગણેશજી તોરણ, લટકણીયા, કળશ પગ લુછણીયા સહિતની વસ્તુઓ નાળીયેરના છાલામાં વસ્તુઓ બનાવતા શીખવાડવવામાં આવે છે. આજે તા. ર૧-૯-ર૦૧૮ના રોજ સ્ટે. કમિટિ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, નગરસેવીકા ઉર્મિલાબેન ભાલ, શીતલબેન પરમાર ઉપસ્થિત રહેલ વર્ગની મુલાકાત લીધી તાલીમાર્થીઓને શાંતીભાઈ ગોવાણી, રંજનબેન તાલીમ આપશે તેમજ વર્ગ સફળ બતાવવા માટે ગુજરાત માટીકામ વિભાગના અતુલભાઈ ઉપાધ્યાય તથા સરદાર યુવા મંડળ – ભાવનગરના પ્રમુખ ભરત મોણપરા જહેમત ઉઠાવી રહ્યા છે.

Previous articleઅર્હમ યુવા-સેવા ગૃપ દ્વારા ફ્રુટ વિતરણ
Next articleજાફરાબાદ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મહોરમની ઉજવણી કરવામાં આવી