જાફરાબાદ શહેરમાં મુખ્ય મુસ્લિમ વિસ્તારો જેવા કે ભાડેલા – તુર્કી – નેશડી સમાજ દ્વારા વર્ષા પહેલા કરબલામાં શહિદોની યાદમાં મહોરમનો તહેવાર શાંતિ પુર્ણ ઉજવેલ જેમાં જાફરાબાદમાં વર્ષોથી ચાલી આવતી પરંમપરા મુજબ આગલી પેઢીએથી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા દુલદુલને લઈ જાફરાબાદ શહેરની મુખ્ય બજારમાંથી પસાર થઈ બંદરચોકમાં અરબસાગરમાં પગ ધોવાની પરંમપરા નિભાવેલ મહોરમના દિવસે તાજીયા અને દુલદુલને શહેરના મેઈન બજાર, ગીરીરાજ ચોક, ટાવર ચોકમાંથી નિકળેલ હતાં. સ્ત્રીઓ, પુરૂષો, બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. ઈમામ હુસેનની યાદમાં મુીસ્લમ વિસ્તારોમાં ન્યાઝ, શરબત, કોલ્ડ્રીકસ અને તકરીરના પ્રોગ્રામ કરેલ જાફરાબાદ શહેરના તમામ જ્ઞાતિના પટેલો આગેવાનો સાથે રહી કોમી એકતાનું પ્રતિક બનેલ.