દામનગર ખાતે વિનામુલ્યે રક્ત પરિક્ષણ કેમ્પ યોજાયો

601

દામનગરના જેન શ્રેષ્ટિ કેળવણી કાર સ્વ ભોગીભાઈ બગડીયા અને સ્વ પ્રભાવતીબેન બગડીયાની સ્મૃતિમાં તેમની  પુત્રી પદમાબેન મનોજભાઈ લાખાણી પરિવાર સંપૂર્ણ રક્ત પરીક્ષણ કેમ્પ દામનગર ખાતે દશાશ્રી જેન મહાજન વાડી ખાતે બેદીવસિય યોજાયો મુંબઈની ખ્યાતનામ લેબના નિષ્ણાંતો દ્વારા સંપૂર્ણ રક્ત પરીક્ષણ થઈ રહ્યું છે તા૨૩/૯ થી ૨૪/૯ દરમ્યાનના આ રક્ત પરીક્ષણ કેમ્પમાં ચાલીસ વર્ષ પૂર્ણ કરેલ કોઈ પણ વ્યક્તિનું સંપૂર્ણ રક્ત પરીક્ષણ કરવામાં આવે છે. મોટા સેન્ટરો માં થતી અતિ આધુનિક ટેકનોલોજી યુક્ત સાધનો દ્વારા સંપૂર્ણ રક્ત પરીક્ષણ કરાય રહ્યું છે જેન અગ્રણી મનહરભાઈ જુઠાણી, સુરેશભાઈ અજમેરા, ગજેન્દ્રભાઈ જુઠાણી, વીરેન્દ્રભાઈ પારેખ, દિલીપભાઈ અજમેરા, ભરતભાઇ શાહ સહિતના અગ્રણીઓની ઉપસ્થતીમાં ભવ્ય રક્ત પરીક્ષણ કેમ્પ યોજાયો.

Previous articleજાફરાબાદ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મહોરમની ઉજવણી કરવામાં આવી
Next articleરત્નેશ્વર મહાદેવ મંદિર પાસે ગણેશજીની મુર્તિઓનું વિર્સજન