ઇમામ હુસેન અને તેમના પરિવાર સહિત ૭૨ લોકો જે સત્ય ની લડાઈ માટે ૧૪૦૦વર્ષ પહેલાં કરબલાનાના મેદાનમાં શહીદી વહોરીને સત્યની રાહમાં શહીદ થયેલ ૭૨લોકોની યાદમાં ઉજવતા મહોરમ પર્વની રાજુલામાં કોમી એકતા અને ભાઈ ચારા સાથે ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ૧૦દિવસની મહેફિલે મહોરમ બાદ આશુરાની રાત અને દિવસ દરમિયાન રાજુલા શહેરમાં જુદા જુદા વિસ્તારના ૫ કલાત્મક તાજિયા શહેરની મુખ્ય બજારોમાં ફર્યા હતા અને મુસ્લિમ સમાજમાં હજારો લોકો આ જુલૂસમાં જોડાયા હતા ત્યારે સામાજિક રાજકીય આગેવાનો સહિત તમામ સમાજના લોકોએ શ્રીફળ વધેરીને દર્શન કર્યા હતા અને તાજિયા પોલીસ સ્ટેશન પાસે પહોંચ્યા ત્યારે રાજુલામાં ફરજ બજાવતા પી આઈ જાડેજા, પી એસ આઈ પંડીયા ફુલ્હાર કરીને બંદગી કરી હતી તો ધારા સભ્ય અમરીશ ભાઈ ડેર પણ દર્શન અર્થે પધાર્યા હતા અને ઠેર ઠેર શરબત તેમજ ન્યાંજ વિતરણ કરીને શાંતિ પૂર્વક મહોરમ પર્વ ની ઉજવણી કરાય હતી રાજુલા પોલીસ સ્ટાફે ખડે પગે રહીને બંદોબસ્ત જાળવ્યો હતો.