રાજુલા જાફરાબાદના તમામ લોકોની જીવાદોરી સમાન ધાતરવડી ૧ અને ર પાણીથી છલોછલ ભરાતા રપ ગામોના જમીનના તળ ઉંચા આવ્યા હોય તે ખેડુતોથી લઈ આમ જનતાના હીતાર્થે દરવાજા ન ખોલવા ભાજપ કોંગ્રેસના આગેવાનોની ઉચ્ચ કક્ષાએ રજુઆત, પાણી છોડાશે તો પાણીનો વેડફાટ ચોકકસ થશે રાજુલા, જાફરાબાદ ના તમામ લોકોની જીવાદોરી સમાન ધાતરવડી ૧ અને ધાતરવડી ખાખબાઈનો ડેમ કુદરતની મહેરબાનીથી છલોછલ ભરાઈ ગયા હોય જેમાં ધાતરવડી -૧ ધારેશ્વર વાળા ડેમથી છેક જાફરાબાદની જનતા પીવાનું પાણી વર્ષોથી પી રહી હોય તેમાય રાજુલા તાલુકાના આજુબાજુના રપ ગામોના ખેડુતોની જમીનના તળ ઉંચા આવવાથી ખેડુતો મોજમાં આવી ગયા હોય જે ખેડુતો શિયાળુ ઉનાળું પાક લઈ શકે તેમ હોય માટે ડેમના દરવાજા ન ખોલવા ભાજપ કોંગ્રેસના આગેવાનો જેમાં નગરપાલિકા રાજુલાના પ્રમુખ બાલાભાઈ વાણીયા, ખેડુત અગ્રણી દીપેનભાઈ ધાખડા, અનિરૂધ્ધભાઈ વાળા સહિત જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ, ભાજપ રાજુલા શહેર મહામંત્રી બાબભાઈ વાણીયા સાથે મળી કલેકટરને ગંભીરતા પુર્વક રજુઆતમાં કહેલ કે ધાતરવડી ડેમના દરવાજા ખોલાશે તો અણમોલ પાણીનો ખોટો વેડફાટ થઈ ઉનાળે ખેડુતોથી લઈ આમ આદમી પીવાના પાણી માટે કયા દોડશે કેનાલ દ્વારા ખેડુતોને સિંચાઈનું પાણી અપાઈ તેમાં કોઈને વાંધો નથી પણ હાલમાં દરેક ખેડુતોના કુવાના નરી ઉંચા આવ્યા છે તે ધાતરવાડી ડેમ ઘણા વર્ષોથી ભરાતો ન હોય અને ઓણ સાલ કુદરતની દયાથી ધાતરવડી ડેમ ભરાઈ ગયો હોવાથી ખેડુતોત ેની રોજીરોટી અને આજીવિકા આ ડેમ છે જો નદીમાં પાણી છોડાશે તો તમામ ખેડુતો પાયમાલ થઈ જશે તે માટે ધારતવડી ડેમના દરવાજા ન ખોલવા કલેકટર તેમજ સિંચાઈ વીભાગને ઉચ્ચકક્ષાએ ધારદાર ગંભીરતા પુર્વક રજુઆત કરી છે.