પાલીતાણાના ખારા ડેમમાંથી પાણીમાં તરતી અજાણ્યા યુવાનની લાશ તરતી મળી આવતા તુરંત પોલીસને જાણ કરાતા પોલીસે લાશને બહાર કાઢી પી.એમ. અર્થે માનસિંહજી હોસ્પિ.માં ખસેડી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, પાલીતાણા હાથીયાધાર વિસ્તારમાં ખારાડેમના કાંઠે વાડી વિસ્તારમાં રહેતા ઓધાભાઈ બિજલભાઈ પરમાર કુદરતી હાજતે જતા હતા ત્યારે ખારા ડેમના પાણીમાં ૩પ થી ૪૦ વર્ષના અજાણ્યા વ્યક્તિની લાશ તરતી જોતા તુરંત પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને બહાર કાઢતા મરૂન કલરનું ટીશર્ટ અને કેપ્રી પહેરેલા યુવકની લાશને તપાસતા તેની પાસેથી કોઈ ઓળખ મળી આવી ન હતી. આશરે એકાદ અઠવાડીયા પૂર્વેની લાશ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું હોય લાશને પી.એમ. અર્થે પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ ખસેડાઈ હતી અને વધુ તપાસ હે.કો. એલ.બી. ગમારા ચલાવી રહ્યાં છે.