અટલ ઓડીટોરિયમનું થયેલું લોકાર્પણ

792

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આજરોજ અત્યાધુનિક ઓડિટોરિયમનું લોકાર્પણ થયેલ છે. યુનિવર્સિટીનાં યુવક મહોત્સવમાંથી ઉમ દેખાવ કરી વેસ્ટ ઝોન તેમજ નેશનલ યુથ ફેસ્ટીવલમાં અનેક કલાકારોએ યુનિવર્સિટીનું નામ ઉજજવળ કર્યું છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી યુનિવર્સિટીના કલાકારો અને ભાવેણાના કલાકારોની માંગણીના અનુસંધાને યુનિવર્સિટી ખાતે ભાવેણાનાં શ્રેષ્ઠીઓ તથા યુનિવર્સિટી સામંડળના અથાગ પ્રયત્નો બાદ આશરે રુપિયા ૮ કરોડના ખર્ચે ઓડીટોરિયમનું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલ છે. જેનું લોકાર્પણ રવિવારનાં રોજ સંપન્ન થયેલ છે. આ ઓડિટોરિયમનું નામ અટલ ઓડિટોરિયર્મ આપવામાં આવ્યું છે. આ લોકાર્પણ સમારંભમાં ગુજરાત રાજયના કેબીનેટ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ ઉપસ્થિત રહી આ ઓડિટોરિયમનું ઉદઘાટન કરેલ છે. આ સમારોહમાં ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ અદ્યતન ઓડિટોરિયમ અટલ ઓડિટોરિયર્મનાં લોકાર્પણ પ્રસંગે બોલતાં જણાવ્યું હતું કે, ભારતીય રાજનીતીની ધરોહર સમાન અટલજીનું જીવન આપણાં સહુ માટે પ્રેરણા સમાન છે. એમના નામ પરથી આજે આ ઓડિટોરિયમનું ઉદઘાટન કરતાં ખુબ સુખદ લાગણી અનુભવું છું.

આ પ્રસંગે કાર્યકારી કુલપતિ ડો. ગિરીશભાઈ એસ. પટેલે અધ્યક્ષસ્થાનેથી બોલતાં જણાવ્યું હતું કે, નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી દ્વારા દાનમાં અપાયેલ આ જમીન પર આ યુનિવર્સિટી શરૂ થયેલ, જેમાં કુલ ર૩ અનુસ્નાતક ડીપાર્ટમેન્ટસ તથા ૧૧ર કોલેજોમાં કુલ પ૦,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયાં છે. યુનિવર્સિટીમાં પરીક્ષા અને એકેડેમિક બાબતો ઓનલાઈન થયેલ છે. ભારત સરકારના ઉપક્રમે નેશનલ ડિપોઝટરી પર વિદ્યાર્થીઓના ડીગ્રી સર્ટિફિકેટ અપલોડ કરવામાં આવેલ છે. આરએફઆઈડી સિસ્ટમ ધરાવતી ગુજરાતની સૌ પ્રથમ લાઈબ્રેરી, વોટર હાર્વેસ્ટીંગ, ગ્રીન એર્ન્જી માટે સોલાર લાઈટસ, આઈસીસીઆર પોલીસી અંતર્ગત વિદેશના વિદ્યાર્થીઓને અત્રે સંશોધન અને અભ્યાસની સવલતો આપવામાં આવશે. આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કલા અને રમતગમતમાં ઉજજવળ દેખાવ, રીસર્ચ પોલીસી માટે સચોટ નિયમાવલી વિગેરે ઉલ્લેખનીય બાબતો છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીલક્ષી અનેક સવલતો ઉભી થયેલ છે જેમાં આજે આ ઓડિટોરિયમનો ઉમેરો થયેલ છે. આ પ્રસંગે  સાંસદ ડો.ભારતીબેન શિયાળ, ભાવનગર મહપાલિકાના મેયર મનભા મોરી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ અને ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, કે.પી.સ્વામી, ડો.એસ.એન. ઝાલા સહિતના ઉપસ્થિત રહેલ.

Previous articleપાલીતાણાના ખારા ડેમમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી
Next articleકુડાના સમુદ્રમાં ૩ યુવાનો ડુબ્યા  ૨નો બચાવ, ૧ યુવાન ગુમ