શહેરની સર.ટી.હોસ્પિટલમાં સ્વાઈનફલુના રોગનો ભોગ બનેલ બોટાદની વૃધ્ધાનું સર.ટી. હોસ્પિટલમાં સધન સારવાર દરમ્યાન મોત નિપજતા ચાલુ સિઝનમાં આ જીવલેણ રોગથી પ નિર્દોષ માનવીઓએ જીવન ગુમાવ્યા છે.
ભાવનગર શહેરની સર.ટી. હોસ્પિટલ તથા ખાનગી દવાખાનાઓમાં કુલ મળીને ૭ દર્દીઓને સ્વાઈનફલુ નામનો જીવલેણ રોગ લાગુ પડ્યો હોય જેને લઈને આ ચેપી રોગની વિશેષ સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ બોટાદની એક વૃધ્ધ મહિલાને એક સપ્તાહ પુર્વે સ્વાઈનફલુના લક્ષણ સાથે સર.ટી. હોસ્પિટલનાટ્રોમા સેન્ટરમાં ઉભા કરાયેલ અલાયદા સ્વાઈનફલુ વોર્ડમાં ખાસ સારવાર આપવામાં આવી રહી હતી. પરંતુ આ સારવાર કારગત ન નિવડતા વૃધ્ધાનું શનિવારે મોડીરાત્રે મોત નિપજતા હોસ્પિટલ સત્તાવાળાઓએ મૃતદેહને ખાસ કવરમાં પેક કરી ચોકકસ ગાઈડ લાઈન સાથે મૃતદેહ તેમના સ્વજનોને સોંપ્યો હતો. તથા તાકીદ કરી હતી કે આ કવરને અંતિમ વિધિ માટે ઘરે લઈ જવાના બદલે કવર સહિત નિયમ અનુસાર અગ્નિદાહ આપી અંતિમ સંસ્કાર કરવા તથા મૃતકના પરિવારજનોને પણ ફિટનેસ ચકાસણીની સલાહ આપવામાં આવી છે. આ વૃધ્ધાના મોત સાથે હાલની સિઝનમાં આ જીવલેણ રોગથી મોતને ભેટેલા લોકોની સંખ્યા પ થવા પામી છે. આ ઉપરાંત બે ખાનગી તથા સર.ટી. હોસ્પિટલ મળી કુલ ૭ દર્દીઓ સ્વાઈનફલુની ગંભીર અસર હેઠળ સારવાર લઈ રહ્યા છે.
વધમાં આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળેલી વિગતો અનુસાર ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લાના તમામ તાલુકાઓ તથા ગ્રામ્યકક્ષાએ આવેલ પીએસસી તથા સીએચસી સેન્ટરના કર્મચારીઓને ઘરે ઘરે ફરિ બિમાર લોકોન સર્વે કરવા ઉપરાંત શંકાસ્પદ બિમારીના લક્ષણો ધરાવતા દર્દીઓને તકેદારીના વિશેષ પગલા સાથે જીલ્લા મુખ્ય આરોગ્ય કેન્દ્ર ખાતે રીફર કરવા આદેશો કર્યા છે અને સામાન્ય ફલુ તથા સ્વાઈનફલુને ફેલાતો અટકાવવા લોક જાગૃતિની હિમાયત પર ભાર મુકવા જણાવવામાં આવ્યું છે.
સ્વાઈનફલુનો દર્દી વોર્ડમાંથી ફરાર !
બોટાદ જીલ્લાના લાઠી તાલુકાના મુળીયાધાર ગામનો યુવાન મહેશ બટુકભાઈ મકવાણા (ઉ.વ.રર)નાને સ્વાઈનફલુના શંકાસ્પદ લક્ષણો સાથે ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જયા લેબ પરિક્ષણના અંતે સ્વાઈનફલુ પોઝીટીવ હોવાનો રીપોર્ટ આવતા હોસ્પિટલ સત્તાવાળાઓએ ભોગગ્રસ્ત યુવાનની સઘન સારાવર હાથ ધરવામાં આવી હતી. પરંતુ આજરોજ આ યુવાન વોર્ડમાં કોઈને જાણ કર્યા વિના નાસી છુટયા હતો. આ યુવાન નાસી છુટતા હોસ્પિટલ તંત્ર દ્વારા મહેશ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. નાસી છુટેલો યુવાન સમાજના તંદુરસ્ત વ્યકિતઓ માટે ઘાતકરૂપ સાબીત થાય તેમ હોય આ વિચિત્ર બનાવને લઈને પોલીસ તંત્ર પણ મુંજવણમાં મુકાઈ જવા પામ્યું છે.