આતંકીઓ વિરદ્ધ ફરી સર્જિકલ સ્ટ્રાઈક જરૂરી : બિપિન રાવત

649

સેના પ્રમુખ બિપિન રાવતે પાકિસ્તાનની સરકાર અને ત્યાની સરકારને લઈને સોમવારે એક મોટુ નિવેદન આપ્યુ હતું. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે જ્યાં સુધી પાકિસ્તાનમાં સેના અને ૈંજીૈં સરકારની આઘીન નથી આવતી ત્યાં સુધી બોર્ડર પર પરિસ્થિતિઓ સુધરશે નહીં.

આટલુ જ નહી પણ બિપિન રાવતે એ પણ જણાવ્યું જે પ્રમાણે હાલની પ્રરિસ્થિતઓ છે તેણે જોતા આતંકવાદીઓ સામે વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકની જરૂરિયાત છે. ઘાટીમાં આતંકવાદીઓ દ્વારા સતત પોલીસ કર્મચારીઓને ટારગેટ બનાવવામાં આવી રહ્યા છે. તેના પર તેમણે જણાવ્યું કે પોલીસને ટારગેટ બનાવવા તે આતંકવાદીઓની નિરાશા દર્શાવે છે. સેના ઘાટીમાં તેનું ઓપરેશન ચાલુ રાખશે. તેમણે જણાવ્યું કે કાશ્મીરમાં સામાન્ય માણસો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જ્યારે અલગવાદીઓના સંબંધીઓ વિદેશમાં જલસા કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે આજે કાશ્મીરી યુવાનો નોકરી શોધી રહ્યા છે, પરંતુ અલગવાદીઓ અને આતંકવાદીઓ તેમની નોકરી છોડીને આતંકવાદીઓ બનાવવા માંગે છે. આર્મી ચીફે જણાવ્યું કે અમે તે વાત પર વધુ મહત્વ આપી રહ્યા છે કે કેવી રીતે આપણી સેનાને આધુનિક બનાવવામાં આવે. સમય પ્રમાણે આપણે જલ્દી જ આધુનિક ફૌજ તૈયાર કરવી પડશે.

તેમણે જણાવ્યું કે લશ્કરમાં શસ્ત્રો વધારવા જરૂરી નથી, પરંતુ હવે હાજર રહેલા શસ્ત્રોનું આધુનિકીકરણ કરવામાં આવશે. અમે ઘણી બધી વસ્તુઓ સુધારી રહ્યા છીએ. બિપિન રાવતે જણાવ્યું કે અમે સાઇબર કેસોના મામલે  પણ કામ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે સેના પ્રમુખ આ અગાઉ પણ સર્જિકલ સ્ટ્રાઈકના મુદ્દા પર તેમનુ નિવેદન આપી ચૂક્યા છે.

Previous articleશું આ જ છે આપણી શ્રદ્ધા?
Next articleજિનપિંગ પરેશાન : ચીનનું દેવુ વધી ૨૫૮૦ અબજ ડૉલરને પાર