ટ્રીપલ તલાકમાં હલાલાનો પણ સમાવેશ કરવામાં આવેઃ મહિલા આયોગ

855

ટ્રીપલ તલાક વિરુદ્ધ કેન્દ્ર સરકારના તાજેતરના આદેશમાં મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે, ટ્રીપલ તલાક બીલમાં ’હલાલા’નો પણ સમાવેશ કરવો જોઇએ. હલાલા પ્રથા પર અંકુશ લાવવા માટે તેને સંસદમાં પેન્ડિંગ મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ બીલનો ભાગ બનાવવો જોઇએ. તેમણે વધુમાં કહ્યું કે, ધર્મના દૂરઉપયોગ દ્વારા ચલાવવામાં આવતી આ પ્રકારની પ્રથા પર ત્યારે જ રોક લાગાવી શકાય છે જ્યારે લોકોને સજા થશે.  જો કેટલાક કિસ્સાઓમાં સજા થશે તો નિશ્ચિતપણે તેમાં રોક લગાવી શકાશે. મારૂ માનવું છે કે તેને ટ્રીપલ તલાક બીલમાં સામેલ કરી દેવું જોઇએ.

તેમણે કહ્યું કે, લોકો ધર્મનો દૂરઉપયોગ કરી રહ્યાં છે, જ્યારે દરેક ધર્મ મહિલાઓનું સમ્માન અને બરાબરીની વાત કરે છે. દુઃખની વાત તે છે કે લોકો તેનો દૂરઉપયોગ કરે છે. કેન્દ્રીય મંત્રી મંડળે ગત બુધવારે એક સાથે ટ્રીપલ તલાકને દંડનિય અપરાધ બનાવવાના અધ્યાદેશને મંજુરી આપી દીધી અને બાદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અધ્યાદેશમાં સહી કરી દીધી. આ સાથે જ આ કાનુન લાગૂ થઇ ગયો. આ અધ્યાદેશ લાગૂ થવાથી એક સાથે ટ્રીપલ તલાક હવે ગુન્હો ગણાશે અને જેના માટે ત્રણ વર્ષની સજા થશે. નીકાહ હલાલાની પ્રથા પ્રમાણે, જો એક પુરુષે એક સ્ત્રીને તલાક આપી દીધો હોય તો તે ફરી તે સ્ત્રી સાથે ત્યાં સુધી લગ્ન કરી શકતો નથી જ્યાં સુધી તે સ્ત્રી કોઇ અન્ય પુરુષ સાથે લગ્ન કરી ના લે. મહિલા આયોગના પ્રમુખે તે પણ કહ્યું કે, દરેક રાજકિય પક્ષોએ મળીને ટ્રીપલ તલાક વિરોધી બીલને સંસદમાં પસાર કરવું જોઇએ. લોકસભામાં પસાર થયેલું આ બીલ હાલ રાજ્યસભામાં પેન્ડિંગ છે.

Previous articleમાલદીવમાં રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં ભારત સમર્થક ઈબ્રાહિમ સોહિલનો વિજય
Next articleમારા મોમ,ડેડ ઘણો સપોર્ટ કરે છેઃ હર્ષ નૈયર