ભારતીય ટીમ અમારાથી વધુ કાબેલ : પાકિસ્તાન કેપ્ટન

1352

એશિયા કપમાં રવિવારે ભારતીય ટીમ સામે હાર્યા બાદ પાકિસ્તાન ટીમના કેપ્ટન સરફરાઝ અહમદે ટીમ ઈન્ડિયાની પ્રશંસા કરી છે. તેઓએ કહ્યું કે ભારતીય ખેલાડીઓની ક્ષમતા અમારાથી સારી હતી. અમારા ખેલાડીઓ તેમની બરાબરી ન કરી શક્યા. તેઓ અમારાથી વધુ ઉમદા સાબિત થયાં.

ભારતે ૨૩૮ રનના લક્ષ્યને ૧૦.૩ ઓવર બાકી હતી ત્યાં જ પ્રાપ્ત કરી લીધો હતો. સરફરાઝે કહ્યું, “રોહિત-ધવન જેવાં બેટ્‌સમેનને આઉટ ન કરી શકતા મેચમાં પરત આવવું મુશ્કેલ હોય છે. અમે ૨૦-૩૦ રન પણ ઓછા બનાવ્યાં.”

સરફરાઝે કહ્યું, “અમે મેચમાં કેચ પણ છોડ્યાં. કેચ છોડીને મેચ ન જીતી શકાય.” રોહિતના ૧૪ રન હતા ત્યારે ઈમામ ઉલ હક અને ૮૧ રન હતા ત્યારે ફખર જમાંએ તેમનો કેચ છોડ્યો હતો. જે બાદ રોહિતે સેન્ચુરી મારી હતી.

Previous article૧૦૦ આઉટસ્ટેન્ડિંગ એશિયાના કવરમાં ઐશ્વર્યા રાયને દર્શાવવામાં આવી!
Next articleખરાબ પ્રદર્શનના કારણે શ્રીલંકાએ એન્જલો મેથ્યૂઝને કેપ્ટનપદેથી હટાવ્યો