સૌથી ઓછી ઈનિંગ્સમાં ૧૫ સદી ફટકારી શિખર ધવને સઈદ અનવરનો રેકોર્ડ તોડ્યો

933

પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાનાં ઑપનિંગ બેટ્‌સમેન રોહિત શર્મા અને શિખર ધવને ગજબ બેટિંગ કરી હતી. બંનેએ પોતાની સદી પુરી કરી હતી. આ સાથે બંનેએ પોતાના નામે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા.

શિખર ધવને પોતાની ૧૫મી સદી ફટકારી હતી. તેણે ૧૫ સદી ફટકારવા માટે ૧૦૮ ઇનિંગ લીધી હતી. આ રીતે ઓછી ઇનિંગમાં ૧૫ સદી ફટકારવાનાં મામલે તેણે પાકિસ્તાનનાં સઈદ અનવરનો રેકોર્ડ તોડ્યો હતો.

પાકિસ્તાનનાં સઈદ અનવરે ૧૪૩ ઇનિંગમાં ૧૫ સદી મારી હતી, પરંતુ શિખરે આ રેકોર્ડ બહુ જ જલ્દી પોતાના નામે કરી દીધો છે. આ લિસ્ટમાં પ્રથમ નંબરે હાશિમ અમલા છે. સાઉથ આફ્રિકાનાં અમલાએ ફક્ત ૮૬ ઇનિંગમાં ૧૫ સદી ફટકારી છે. બીજા નંબરે વિરાટ કોહલી છે. કોહલીએ ૧૦૬ ઇનિંગમાં ૧૫ સદી ફટકારી છે.

ત્યારબાદ હવે ત્રીજી નંબરે શિખર ધવન છે. શિખરે ૧૦૮ ઇનિંગમાં ૧૫ સદી ફટકારી છે. આ મામલે સઈદ અનવર ચોથા નંબરે છે. અનવરે કુ ૨૦ સદી ફટકારી છે.

ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા અને શિખર ધવને ૧૩મી વખત ઑપનિંગ કરતા શતકીય ભાગેદારી કરી હતી. હવે રોહિત અને ધવનની જોડી બીજી સૌથી વધુ શતકીય ભાગેદારી કરનારી જોડી બની ગઈ છે. તેમનાથી વધારે સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરની જોડીએ ૨૧ વાર સોથી વધારેની ભાગેદારી કરી છે, જે વિશ્વ રેકોર્ડ છે. ભારતે પાકિસ્તાનને ૯ વિકેટે હરાવ્યું.

Previous articleખરાબ પ્રદર્શનના કારણે શ્રીલંકાએ એન્જલો મેથ્યૂઝને કેપ્ટનપદેથી હટાવ્યો
Next articleપાકિસ્તાન સામે વિજય બાદ ભારત અફઘાન સામે રમશે