ગાંધીનગર રાજપુત સમાજના નવા પ્રમુખ તરીકે એલ. કે. વાઘેલા નિમાયા

1224

રાજપૂત સમાજ શહેરની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સભાના અધ્યક્ષ અંબુસિંહ ગોલના અધ્યક્ષપણા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. વર્ષ ર૦૧૬-૧૭ તેમજ ર૦૧૭-૧૮ ના હિસાબો સભામાં રજુ કર્યા હતા. તેમજ સભામાં બેઠેલા તમામ આજીવન સભ્યોએ તે મંજૂર રાખ્યા હતા. રાજપૂત સમાજના પ્રમુખ શંકરસિંહ રાણાએ બે વર્ષના સમયગાળામાં સમાજના જે કાર્યક્રમ કર્યા હતા તેની માહિતી આપી હતી. તેમજ આલમપુર ખાતે જિલ્લા તેમજ શહેર રાજપૂત સમાજના સંયુકત ઉપક્રમે શૈક્ષણિક હેતુ માટે જે જમીન લીધી હતી તેની સવિશેષ માહિતી આપીતે માહિતગાર કર્યા હતા. તેમજ નવા આવનારા પ્રમુખ માટે આ ભગીરથ કાર્ય હશે તે વાત દોહરાવી હતી. સમાજના પૂર્વ પ્રમુખ પી. પી. બિહોલાએ સમાજને ઉપયોગી થવા હાંકલ કરી હતી તેમજ સમાજના પૂર્વ પ્રમુખ કેશરીસિંહ વાઘેલાએ જુની વાતોને યાદ કરીને દાન માટે ટહેલ નાંખી હતી. સમાજના આગેવાન બી. ડી. વાઘેલાએ સ્પષ્ટ જણાવેલ કે દાન લખીને આપવાનું હોય તો જ લખાવજો. ખાલી દાન બોલીને જતા ના રહેતા, બોલેલુ વચન પાળવા માટે શીખ આપી હતી.

સમાજના સૌ આગેવાનો તેમજ વડીલોએ પેથાપુરના વતની એલ. કે. વાઘેલા (એન્જીનીયર પાટનગર યોજના, ગાંધીનગર)ને સમાજના નવા વરાયેલા પ્રમુખ તરીકે નામ જાહેર કર્યું હતું. તેમજ સૌ બેઠેલા આજીવન સભ્યોએ આ વાતને સમર્થન આપ્યું હતું. સમાજના સૌએ એલ. કે. વાઘેલાને અભિનંદન આપ્યા હતા. તેમજ મોં મીઠુ કરાવ્યું હતું. સમાજના પૂર્વ પ્રમુખ નટવરસિંહ વાઘેલા, દિનેશસિંહ ચાવડા,વનરાજસિંહ ચાવડા, વિક્રમસિંહ ગોલે આગવી શૈલીમાં સમાજને ટકોર કરી હતી તેમજ સમાજીક સેવાકીય કાર્ય કરવા માટે ટહેલ નાખી હતી. કાર્યક્રમના સંચાલનની જવાબદારી કાર્યકારી મહામંત્રી દિલીપસિંહ બિહોલા (એડવોકેટ)એ ઉપાડી હતી.

Previous articleગાંધીનગરમાં વેપારીઓના બંધને મિશ્ર પ્રતિસાદ
Next articleલોકસભા ચૂંટણી માટે ભાજપનો રોડમેપ જાહેર