ગાંધીનગર ખાતે મળેલી ભાજપની કારોબારી બેઠકમાં લોકસભાની આગામી ચૂંટણી માટે વ્યૂહરચના ઘ઼ડી કાઢવામાં આવી હતી.
આ અંગેનો રોડમેપ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં દશેરા પછી ભાજપ સરદાર રથ લઈને ૧૦ હજાર ગામોમાં જશે. તેમજ લોખંડનું દાન આપનાર દેશભરના ખેડૂતોને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે આમંત્રણ આપવામાં આવશે તેમ નક્કી કરવામાં આવ્યું હતું.
ભાજપની પ્રદેશ કારોબારીમાં લોકસભા ચૂંટણી-૨૦૧૯ માટે લોકોની વચ્ચે જવાનો રોડમેપ જાહેર થયો છે. કોબાસ્થિત કમલમ્ માં શનિવારે મળેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૃપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પૂર્વે દશેરા પછી ૨૦થી ૨૯ ઓક્ટોબર દરમિયાન ગુજરાતના ૧૦ હજાર ગામોમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ સાથે રથયાત્રા કરવાનું જાહેર કર્યુ હતું.
લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષના અધ્યક્ષપણા હેઠળ મળેલી ભાજપની પ્રદેશ કારોબારીમાં નાયબ મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો ઉપરાંત ૨૦૦થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.