સિહોર ‘લોકસંસાર’ના પ્રતિનિધિ કૌશિક વ્યાસના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

1259

સિહોર માં સિહોરી માતાના ખાંચામાં મિત્ર મંડળ, નાનાસાહેબ પેશ્વા ત્રિકોણબાગ કા રાજા, બાહુબલી ગ્રુપ સહિત સિહોરમાં ઠેર ઠેર વિઘ્નહર્તા ની કોઈ જગ્યાએ વિશાળ તો કોઈ નાની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી ત્યારે કોઈએ ૩ દિવસ તો કોઈ ૭ દિવસ કે પછી ૧૧ દિવસ ની સ્થાપનાઓ કરાઈ હતી ત્યાઈ આખું સિહોર ગણપતિ મહોત્સવો માં ધાર્મિક વાતાવરણમાં ફેરવાયું હતું મોડીરાત સુધી ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી વિવિધ પ્રકારના રોજેરોજ ડેકોરેશન અને મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સિહોર સહિત આજુબાજુ ના અગ્રણીઓ, રાજકીય પક્ષો,હોદ્દેદારો પણ ઉપસ્થિત રહયા હતા.

સિહોર લોકસંસાર તેમજ બોટાદ સમાચાર ના બ્યુરો ચીફ કૌશિક વ્યાસ ના ઘરે ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ૧૧ દિવસ ના ગણપતિ ઉત્સવ માં વિવિધ મહાનુભાવો એ હાજરી આપી દર્શન નો લાભલીધો જેમાં નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી,શહેર ભાજપ પ્રમુખ શંકરમલ કોકરા,મહામંત્રી હિતેશભાઈ મલુકા, આશિષભાઇ પરમાર, નંદનીબેન ભટ્ટ, કોંગ્રેસ નવનિયુક્ત પ્રમુખ જયદિપસિંહ ગોહિલ, વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા, સુભાષભાઈ, સહિત હોદ્દેદારો ભરતભાઇ મલુકા, સિહોર પોસ્ટે ના પીઆઇ રાઉલજી, પીએસઆઈ સોલંકી, સર્વોત્તમ ડેરી ના એમ.ડી .હરીભાઇ જોશી, અજયભાઈ શુકલ તથા સોસાયટીના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. વિઘ્નહર્તાના સ્થાપનના ૧૧માં દિવસે સિહોરના તમામ પંડાલોમાંથી ગજાનને વિદાય લીધી હતી ત્યારે આયોજકો દ્વારા ગાજતે વાજતે નગરયાત્રા કરાવી ડીજેના તાલ સાથે ગણપતિ બાપ મોર્યાના નાદ અને અગલે બરસ તું જલ્દી આ ના નારા સાથે વિસર્જન અર્થે ભક્ત મહેરામણ ઉમટી પડ્યો હતો ત્યારે આ વિસર્જન યાત્રા કોળિયાક દરિયા ખાતે પહોંચી દુંદાળાદેવ દરિયામાં વિસર્જન કરવામાં આવ્યા હતા.

Previous articleનર્મદાના પાણી માટે આવેદન અપાયું
Next articleરાભડા પ્રા.શાળાના વિદ્યાર્થીઓ કવિ કલાપી તિર્થની મુલાકાતે