દામનગરના રાભડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને સમાજિક વિજ્ઞાન શિક્ષક મહેશભાઈ મોટકા પ્રજ્ઞા શિક્ષિકા મીનાબેન પટેલ સહિત ધોરણ ૬થી૮ ના બાળકો સાથે કલાપી તીર્થની મુલાકાતે.મૃદુહદયના કવિ કલાપીના જીવન કવનને તાદ્રશ્ય કરતા સંગ્રાલયની મુલાકાત લીધી કલાપી તીર્થ મંદિર લાઠી ખાતે બાળકોને આપણા રૂજૂ હદયના પ્રજાવત્સલ રાજવી કવિનો ઐતિહાસિક પરિચય કરાવી ગુજરાતી સાહિત્ય સાધક કલાપીનો તલસ્પર્શી પરિચય માર્ગદર્શક શિક્ષક મોટકા મહેશભાઈએ કરાવેલ હતો બાળકોએ આપણા કલા વારસાને માણી ગૌરાન્વિત થયા કલાપી તીર્થ મંદિરમાં કલાપીના જીવન કવનમાં ઉપયોગમાં લેવાયેલ ચીજ વસ્તુ નિહાળી ખુશ થયા સંગ્રાલયમાં સચાયેલી સ્મૃતિઓનું વિશાળ પ્રદશન રાભડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કલાપી સંગ્રાલય નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી.