રાણપુરથી બોટાદ જવાના મિલેટ્રી રોડ ઉપર સિમેન્ટ ભરેલો ટ્રક ખાળીયામાં ખાબક્યો

1325

બોટાદ જીલ્લાના રાણપુર થી બોટાદ જવાનો મિલેટ્રી રોડ ઉપર વારંવાર છાસવારે નાના મોટા અકસ્માતો થાય છે અને વાહનચાલકોના વાહનોને ભારે નુકશાનની સાથે જીવ પણ ગુમાવવો પડે છે જેને લઈ વાહનચાલકો ને ભય સતાવી રહ્યો છે.

રાણપુર બોટાદ મિલેટ્રી રોડ રાણપુર થી બોટાદનુ ૨૨ કિ.મી જેટલુ અંતર થાય છે અને આ રોડ ઉપર એક પણ ગામ આવતુ નથી અને આ રોડ થોડા સમય પહેલા બનાવવામાં આવ્યો છે.આ નવા બનેલ રોડ ઉપર બોટાદ થી અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં જવા માટે લોકો આ રોડનો ઉપયોગ વધુ કરે છે.દર વર્ષે ચોમાસામાં આ રોડ ઉપર ખેડુતો દ્વારા ખેતરમાં લઈજવા માટે રોડ ક્રોસ કરી પાણીની લાઈનો નાખેલ છે.તે જગ્યાએ વારંવાર ઢીચણ સમા ખાડાઓ પડી જાય છે તેના લીધે રોડ નવો હોવાથી આ ખાળો ઓચીંતા આવતા વાહનચાલકોને અગાઉ ખબર હોતી નથી કે ખાડા આવશે જેથી વાહનો ફુલસ્પીડ માં ચાલતા આ વાહનચાલકો ખાળ માં પડતા જેના લીધે વારંવાર અકસ્માતો થાય છે અને વાહનોને નુકશાન થાય છે માટે આ રોડ ઉપર પડી ગયેલ મોટી ખાળોને તંત્ર તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે તેવુ વાહનચાલકો ઈચ્છી રહ્યા છે. ખાડાઓને કારણે ટ્રક ખાળીયામાં કાબક્યો-સદનશીબે કોઈ જાનહાની નહી.

આ રોડ ઉપર પડી ગયેલી મોટી ખાળોના લીધે સિમેન્ટ ભરેલી ટ્રક રોડ ઉપર થી ખાળીયામાં ખાબક્યો હતો જોકે સદનશીબે કોઈ જાનહાની થઈ નોતી. પરંતુ જો તંત્ર દ્વારા વહેલી તકે રીપેરીંગ કરવામાં આવે તો આવનારા દિવસોમાં વાહનચાલકો અકસ્માત થી બચી શકે તેમ છે.

 

Previous articleપીથલપુરની મહિલાઓએ માટીના ગણેશજીનું ગોપનાથ વિસર્જન કર્યું
Next articleખેલ મહાકુંભમાં વલ્લભીપુર શાળાનો દબદબો