જાપાનના હ્યોગો પ્રાન્તના ગર્વનર તોશીઝોઇડો અને તેમનું ૪૫ સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુજરાતની મુલાકાત આવ્યું છે. આજરોજ હ્યોગો પ્રાન્તના ગર્વનર તોશીઝોઇડોની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળએ ગાંધીનગર જિલ્લામાં આવેલી સુપ્રસિધ્ધ અડાલજ વાવની મુલાકાત લીધી હતી.
બાંધકામ ક્ષેત્રે ભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી અડાલજ વાવની મુલાકાત દરમ્યાન તેમણે અડાલજ વાવના ઇતિહાસ અને તેના બાંધકામ અંગેની વિસ્તૃત માહિતી મેળવી હતી. તે ઉપરાંત વાવના આસપાસના ગાર્ડન અને વાવની કોતરણી અને બાંધકામ માટે વપરાયેલા પથ્થરનું પણ બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું.
અડાલજની વાવની મુલાકાતે આવેલા હ્યોગો પ્રાન્તના ગવર્નર અને તેમના પ્રતિનિધિ મંડળનું સ્વાગત ગાંધીનગર જિલ્લા કલેકટર સતીશ પટેલે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કલેકટર સતીશ પટેલ તથા ગાંધીનગર પ્રાંત અધિકારી દેસાઇએ ગવર્નર તોશીઝોઇડોને તથા તેમના પ્રતિનિધિ મંડળને અડાલજની વાવની આકર્ષક તસ્વીરની ફોટોફ્રેમ સ્મૃતિ ચિહૂન રૂપે આપી તેમને વિદાય આપી હતી.
Home Uncategorized અડાલજની વાવની મુલાકાત લેતા જાપાનના હ્યોગો પ્રાન્તના ગર્વનર તોશીઝોઇડો સહિત ૪૫ સભ્યોનું...