પાલિતાણા પોસ્ટ ઓફિસમાં ટ્રેઝરર તરીકે ફરજ બજાવતા કર્મચારી પર પોસ્ટ ઓફિસની અંદર જ તેના સાળાએ ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ કરતા ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડાયા છે.
પાલિતાણા નવા નાકા પાસે આવેલ મેઈન પોસ્ટ ઓફીસમાં નોકરી કરતા કર્મચારી દિલીપ સામંતભાઈ ચોસલા ઉપર બપોરે ચાલુ સર્વિસ દરમ્યાન તેના સાળાએ ધોકા વડે કોઈ કાંઈ સમજે તે પહેલા જ દિલીપ ચોસલા ઉપર તુટી પડ્યા અને પોસ્ટ ઓફીસના મેનેજર દ્વારા જણાવ્યું કે બે હાથ અને એક પગ ઉપર ગંભીર ઈજા થવા પામી છે. પ્રથમ પાલિતાણા સરકારી હોસ્પિટલ ત્યાર બાદ ભાવનગર વધુ સારવાર માટે ખસેડયા છે. જોવાનું તે રહ્યું કે સરકાર પોસ્ટ ઓફિસમાં બેકીંગ સુવિધા પુરી પાડવા કમર કસી રહી છે ત્યારે પાલિતાણા મેઈન પોસ્ટ ઓફીસમાં સીસીટીવી કેમેરા જ નથી. અગાઉ પણ ૧૦ માસ પહેલા દિલીપ ચોસલા ઉપર હુમલો થયો હતો પરંતુ તે ગંભીર અને ધાતક ન હતો જયારે આજનો હુમલો ધાતક હોવાનું જાણવા મળેલ છે. બનાવ અંગે પોલીસે ફરિયાદીનું નિવેદન લઈ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.