૬૫ વર્ષમાં ૬૫ અને ચાર વર્ષમાં ૩૫ એરપોર્ટ બન્યા : નરેન્દ્ર મોદી

1072

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિક્કિમના પ્રથમ વિમાની મથકનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યા બાદ મોદીએ ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હતું કે, છેલ્લા ૬૫ વર્ષના ગાળામાં માત્ર ૬૫ એરપોર્ટ બન્યા હતા જ્યારે છેલ્લા ચાર વર્ષના ગાળામાં જ ૩૫ વિમાની મથકનું નિર્માણ કરવામાં આવ્યું છે જે સાબિત કરે છે કે તેમની સરકારની કામ કરવાની ગતિ કેટલી ઝડપી રહી છે. મોદીએ કહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષના ગાળામાં એક પછી એક વિકાસની નવી યોજનાઓ શરૂ કરીને અમલી કરવામાં આવી છે. અમે ખુબ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. વિમાની મથકોને લઇને મોદીએ આંકડા આપતા કહ્યું હતું કે, અમે દર વર્ષે ૯ એરપોર્ટની સરેરાશથી આગળ વધી રહ્યા છે જેના ભાગરુપે ચાર વર્ષમાં ૩૫ એરપોર્ટ બનાવી ચુક્યા છે જ્યારે ૬૫ વર્ષમાં ૬૫ એરપોર્ટ બન્યા હતા. પૂર્વોત્તરની કનેક્ટીવીટીને વધારવાના પ્રયાસોનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, આશરે ૬ દશક પહેલા એક નાનકડુ વિમાન આવ્યું હતું. ત્યારબાદ છ દશક સુધી રાહ જોવાની ફરજ પડી છે. સિક્કિમ જ નહીં અરુણાચલ જેવા અન્ય રાજ્યોમાં પણ એરપોર્ટનું નિર્માણ થઇ રહ્યું છે. ૧૦૦ એરપોર્ટ ચાલુ કરી દેવામાં આવ્યા છે તેમાંથી ૩૫ એરપોર્ટ છેલ્લા ચાર વર્ષના ગાળામાં બન્યા છે. મોદીએ કહ્યું હતું કે, ડોમેસ્ટિક ફ્લાઇટના મામલામાં ભારત હવે દુનિયામાં ત્રીજા સૌથી મોટા માર્કેટ તરીકે છે. વિમાન કંપનીઓની પાસે હવે વિમાન ઓછા પડી રહ્યા છે.

ઉડ્ડયન સેક્ટરમાં આંકડા આપતા મોદીએ કહ્યું હતું કે, સ્વતંત્રતાના ૭૦ વર્ષમાં દેશમાં આશરે ૪૦૦ વિમાન સેવા આપી રહ્યા હતા. હવે સ્થિતિ એ છે કે, વિમાની સેવા આપનાર કંપનીઓ આ એક વર્ષના ગાળામાં જ ૧૦૦૦ નવા વિમાનોનો ઓર્ડર આપી ચુકી છે. આનાથી જાણી શકાય છે કે, હવાઈ ચંપલ પહેનાર લોકોને વિમાની યાત્રા કરાવવાનું સપનાને અમે કેટલા ઝડપથી પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે, સિક્કિમની ખુબસુરતીને કેમેરામાં કેદ કરવા માટે હંમેશા લોકો ઉત્સુક રહે છે. પાક્યોંગ એરપોર્ટ બની ગયા બાદ વિમાની યાત્રીઓની સંખ્યામાં પણ ઉલ્લેખનીય વધારો થશે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે અમે એક પશ્ચિમ બંગાળના બાગડોગરા વિમાની મથકથી ઉતરીને પાંચ છ કલાકની યાત્રા કરીને અહીં પહોંચવાની ફરજ પડતી હતી. હવે આ યોજના બાદ એકલાકની યાત્રા માટે માત્ર ૨૫૦૦ રૂપિયા ખર્ચ કરવા પડશે. આજે વિમાની યાત્રા રેલવે યાત્રા જેટલી સરળ બની ગઈ છે. પાક્યોંગિ વિમાની મથકની વાત કરતા તેમણે કહ્યું હતું કે, એન્જિનિયરિંગનો આ ઉત્કૃષ્ટ દાખલો છે. આના કારણે વૈજ્ઞાનિકોએ અભ્યાસ બાદ એન્જિનિયરોને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. છેલ્લા ચાર વર્ષના ગાળામાં જ તેઓ અહીં ઘણી વખત આવ્યા છે. ટ્યુરિઝમ સેક્ટર વધશે. એરપોર્ટ રોજગાર માટે ગેટવે સાબિત થશે.

Previous articleજમ્મુ કાશ્મીરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ ત્રાસવાદી ફુંકાયા
Next articleઅયોધ્યા કેસમાં મુસ્લિમોની અપીલ પર ૨૮મીએ ચુકાદો