ભાજપ ઘેર ઘેર ફરીને ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કરશે

740
gandhi3112017-4.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે મિશન ગુજરાતને તીવ્ર બનાવવાનો નિર્ણય કરી લીધો છે. ગુજરાત ગૌરવ યાત્રા બાદ હવે પાર્ટી મતદારો સુધી પહોંચવા માટે ઘેર ઘેર જનાર છે. આ કાર્યક્રમ હેઠળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાતમી નવેમ્બરથી ૧૨મી નવેમ્બર સુધી ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન ચલાવશે. આ હેટળ રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભામાં જનસંપર્ક કરવામાં આવનાર છે. 
ભાજપના પ્રવકતા આઇકે જાડેજા દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી ચુકી છે. સંપર્ક અભિયાનની શરૂઆત  ભાજપ પ્રમુખ અમિત શાહ અમદાવાદના નારાણપુરા  વિસ્તારમાંથી કરાવશે. આ અભિયાનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ પણ સામેલ થશે. પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ પણ ખાસ ભાગ લેનાર છે. 
૫૦૦થી વધારે નેતા આમાં સામેલ થનાર છે. જાડેજાએ કહ્યુ છે કે ભાજપ રાજ્યના તમામ ૫૦૧૨૮ બુથ સ્તર પર પ્રચાર કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. મતદારોના ઘરના દરવાજા સુધી જવાની યોજના છે. આના હેઠળ વર્ષ ૧૯૯૫થી લઇને હજુ સુધી કરવામાં આવેલા વિકાસ કામોને પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવનાર  છે.
   રૂપાણી રાજકોટ, અમદાવાદ અને નડિયાદ જિલ્લામાં જશે. તમામ નેતાઓને જુદી જુદી જવાબદારી સોંપી દેવામાં આવી છે. આ જવાબદારીના ભાગરૂપે ઘેર ઘેર જઇને મતદારોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવનાર છે. મોદીના વતન રાજ્ય ગુજરાતમાં તમામ તાકાત ભાજપે આ વખતે લગાવી દીધી છે.

Previous articleજિલ્લામાંથી ૮૦ વીવીપેટ યોગ્ય કામ ન કરતાં હોવાથી રીજેકટ કરાયા
Next articleઅમિતભાઇ શાહનો આગામી ૪ થી ૯ નવેમ્બર સુધી ગુજરાતના ૩૧ જીલ્લાનો રાજ્યવ્યાપી પ્રવાસ