આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ આજે ભોપાલમાં જંબુરી મેદાનમાં કાર્યકર્તા મહાકુંભ દ્વારા ચૂંટણી શંખનાદ કરવા જઇ રહ્યા છે. ભાજપના કાર્યકર્તા મહાકુંભની બધી જ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે અને રાજધાનીના બધા ભાગમાં મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવમાં આવ્યો છે. બીજેપીનો દાવો છે કે મહાકુંભમાં લગભગ 10 લાખ કાર્યકર્તા ભાગ લઇ શકે છે. તે દરમિયાન ભેલ વિસ્તારમાં બધી સ્કૂલો બંધ રહશે અને ટ્રાફિક પર ડાયવર્ટ કરવામાં આવશે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોદી આજે બપોરે 12:30 વાગે ભોપાલના રાજાભોજ એરપોર્ટ પહોંચશે, જ્યાંથી તેઓ સીધા જંબૂરી મેદાન માટે રવાના થશે. જંબૂરી મેદાન પહોંચવા પર મોદી લગભગ એક કલાક સુધી કાર્યકર્તાઓને સંબોધિત કરશે, ત્યારબાદ તેઓ દિલ્હી પરત ફરશે.
રાજધાનીમાં પ્રધાનમંત્રી મોદીના આગમનને લઇને લગભગ 8 હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં ઘણા ઓફિસરો પણ શામેલ છે. આ સાથે બોમ્બ ર્સ્ક્વોડ અને ડોગ ર્સ્ક્વોડની પણ 11 ટીમ તૈનાત કરવામાં આવી છે. ઓફિસરોના જણાવ્યા અનુસાર, વહીવટ તંત્ર દરેક પ્રકારની પરિસ્થિતિઓને પહોંચી વડવા માટે તૈયાર છે. ત્યારે મહાકુંભમાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આવતા હોવાના કારણે 5 મેદાનો ભાડા પર લેવામાં આવ્યા છે. તેથી કર્યકર્તાઓ અહીં તેમના વાહનો પાર્ક કરી શકે. આ ઉપરાંત 11 ડોમ અને 5 હેલીપેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કાર્યક્રમમાં શામેલ થતા કાર્યકર્તાઓ માટે ખાવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એટલું જ નહીં તેમને લાવવા અને લઇ જવા માટે લગભગ 12 હજાર બસો અને 8 હજાર ખાનગી વાહનો ભાડે લેવામાં આવ્યા છે.