રાફેલ ડીલ પર રાજનીતિક પારો સતત વધી રહ્યા છે. રાફેલ ડીલ પર પીએમ મોદી અને નિર્મલા સિતારમન પર વિપક્ષ સતત પ્રહારો કરી રહ્યો છે. હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આક્ષેપ હતો કે , ‘ચોકીદાર’ નરેન્દ્ર મોદીએ ગરીબોના પૈસા છીનવીને ઉદ્યોગપતિ અનિલ અંબાણીને સોંપી દીધા છે. આ સિવાય તેમણે વડાપ્રધાન મોદીને સવાલ કર્યો હતો કે, તે રાફેલ વિમાનની કિંમતનો ખુલાસો કેમ કરતા નથી ? અને આ કોન્ટ્રાક્ટ અનિલ અંબાણીને મળ્યો કેવી રીતે ?
ત્યાંજ ભાજપના પૂર્વ મંત્રીઅરુણ શૌરીએ પ્રશ્ન ઉભો કર્યો છે કે, શું દસોલ્ટ જેવી કંપની વગર દબાણે એવી કોઇ કંપનીને પાર્ટનર તરીકે સ્વીકારે જેની સંરક્ષણ ક્ષેત્રે કોઇ અનુભવ જ નહોય. તેમણે જણાવ્યું હતું કે, સંરક્ષણ નિર્મલા સિતારમને જણાવ્યું હતું કે સરકારે ૧૨૬ નહી માત્ર ૩૬ વિમાનો ખરીદ્યા કેમકે એર ફોર્સ પાસે આના માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહતું. આ એક ગળે ન ઉતરે તેવો જવાબ છે.
શૌરી વધુમાં જણાવ્યું હતું કે, વિમાન ભારતમાં ૨૦૨૨માં આવવાના હતા તો શું સરકાર ત્યાં સુધીમાં યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર ન કરી શકે. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર ૧ લાખ ૨૦ હજાર કરોડનો ખર્ચ મુંબઇથી અમદાવાદ સુધીની રેલવે લાઇન માટે કરી શકે છે, એક મૂર્તી પર ૩ હજાર ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચી શકે છે તો પછી સરકાર એર ફોર્સ માટે યોગ્ય ઇન્ફરાસટ્રક્ચર તૈયાર પણ કરાવી જ શકે.
તેમણે દસોલ્ટનો હવાલો આપતા જણાવ્યું કે, કંપનીએ જણાવ્યું હતું કે, સરકારે જ અમને આ ડીલમાં રિલાયન્સને સામેલ કરવા જણાવ્યું હતું. અમારી પાસે કોઇ અન્ય વિકલ્પ નહતો એટલે અમે ડીલ કરી હતી.