સલમાન ખાનની ફિલ્મ ’રેસ ૩ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ હોવા છતાં પણ તે સૌથી વધુ ફી લેનારો બોલીવૂડનો અભિનેતા છે. તે દરેક ફિલ્મ માટે રૂા. ૬૦ કરોડ સુધી ચાર્જ કરે છે. હાલ તે ટચૂકડા પડદાના રિયાલિટી શોના હોસ્ટ તરીકે દેખાઇ રહ્યો છે, જેના માટે પણ તેણે તગડી ફી વસુલી હોવાની ચર્ચા છે.
સલમાન પછી વધુ ફી લેનાર આમિર ખાન છે. તે પોતાની દરેક ફિલ્મમાં રૂા. ૫૦-૫૫ કરોડ ચાર્જ કરે છે. જ્યારે આ લિસ્ટમાં શાહરૂખ ખાન ત્રીજા નંબરે આવે છે. તે દરેક ફિલ્મ માટે રૂા. ૪૦-૪૫ કરોડ વસૂલેછે. અક્ષય કુમાર આ યાદીમાં ચોથા સ્થાને છે. તે પણ એક ફિલ્મ માટે રૂા. ૪૦-૪૫ કરોડ ફી લે છે. પરંતુ તે વરસની એકથી વધુ ફિલ્મો કરતો હોવાથી કમાણીના મામલે બધા કરતા વધી જાય છે. સલમાન, આમિર અને શાહરૂખ વરસની એકાદ-બે ફિલ્મો કરતા હોય છે જ્યારે અક્ષય ત્રણ-ચાર ફિલ્મ કરી લે છે. આ પછી પાંચમા સ્થાને હૃતિક રોશન છે, જે દરેક ફિલ્મ માટે રૂા. ૪૦ કરોડ લે છે. રણબીર પ્રતિ ફિલ્મ ’રૂા. ૨૫ કરોડ લઇને છઠ્ઠે સ્થાને છે. જ્યારે અજય દેવગણ રૂા. ૨૨-૨૫ કરોડ મેળવીને સાતમા સ્થાને છે.