કેપ્ટન રોહિત પસંદ કરે ટીમ, કોચ બેસે પાછળની સીટ પર : ગાંગુલી

1007

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ કેપ્ટન સૌરવ ગાંગુલીનું કહેવું છે કે ક્રિકેટ એક કેપ્ટનની રમત છે અને આ રમતમાં કોચે પાછળની સીટે બેસવું જોઇએ. ક્રિકેટને ફુટબોલની જેમ ના સમજવી જોઇએ. ગાંગુલીનું કહેવું છે રે વ્યક્તિ પ્રબંધન એક એવો ગુણ છે જે એખ કોચની પાસે હોવો જોઇએ. ગાંગુલી પોતાની પુસ્તક લોન્ચ પ્રસંગે ખાનગી યૂનિવર્સિટીમાં પહોંચ્યા હતા.

૧૧૩ ટેસ્ટ રમી ચુકેલા પૂર્વ અનુભવી ક્રિકેટર સૌરવ ગંગુલી કોચથી સંબંધિત એક પ્રશ્નનો જવાબ આપી રહ્યો હતો. એને પૂછવામાં આવ્યું કે એક કોચના શું ગુણ હોવા જોઇએ. એની પર ગાંગુલીએ જવાબ આપ્યો- ’મેન મેનેજમેન્ટ’ એટલે કે વ્યક્તિ પ્રબંધન, આગળ ગાંગુલીએ એવું પણ કહ્યું કે અત્યાર સુધી અમુક જ લોકોમાં આ પ્રતિભા રહી છે.

જ્યારે ગાંગુલીને પૂછવામાં આવ્યું કે એના કરિયર દરમિયાન એને સૌથી સારી સલાહ શું મળી છે? એના જવાબમાં ગાંગુલીએ કહ્યું- ’ક્યારેય પણ કોચની પસંદગી ના કરશો’.

નોંધનીય છે કે સૌરવ ગાંગુલીના સમયે ખેલાડીઓના પ્રોત્સાહન અને પસંદગીમાં એની ખાસ ભૂમિકા રહી છે. વીરેન્દ્ર સહેવાગ, હરભજન સિંહ અને યુવરાજ સિંહ જેવા ઘણા ખેલાડીઓ પોતાના સારા કરિયર માટે ગાંગુલીને શ્રેય આપે છે.

Previous articleએશિયા કપમાં શાનદાર પ્રદર્શનથી રોહિતને કેપ્ટન્સી સોંપવાની ઊઠી માંગ
Next articleવિરાટ કોહલી, મીરાબાઈ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત, હિમા દાસને અર્જુન એવોર્ડ