ગાંધીનગર જિલ્લામાં શનીવારથી વાતાવરણ બદલાયા બાદ સાંજે વરસાદ પડ્યો હતો. રવીવારે પણ સાંજે ૪ વાગ્યાનાં અરસામાં વરસાદ સાથે તોફાની પવન ફુંકાયો હતો. જેના કારણે ખેતપાકોમાં નુકશાન સામે આવ્યુ હતુ. ચિલોડા પંથકનાં ખેતરોમાં વાવવામાં આવેલી ડાંગરને વરસાદી પાણી મળતા જમીન પોચી પડતા મુળ ઢીલા પડ્યા હતા. ત્યારે તેજ ગતીએ પવન ફુંકાતા કેટલાક ખેતરોમાં ડાંગર ઢળી ગઇ હતી. હાલ ડાંગર નીંઘલી રહી છે. ત્યારે ઢળી ગયેલી ડાંગરનાં દાણા પણ ખોટા પડી જશે