ભાજપના ભ્રષ્ટાચારની સામે કોંગ્રેસનું હલ્લાબોલ

958

ભાજપના મહિલા કોર્પોરેટરના પતિની ઓડીયો ક્લિપ વાયરલ થતા કોંગ્રેસે ધારાસભ્ય સી.જે. ચાવડા અને વિરોધ પક્ષના નેતા બિહોલાની આગેવાનીમાં મનપા બિલ્ડીંગ ખાતે ભાજપના ભ્રષ્ચારની સામે હલ્લાબોલ કર્યુ હતું. બેનરો પ્રદર્શિત કરવા સાથે સુત્રોચ્ચાર કરી મનપાની બિલ્ડીંગ ગજવી હતી.

ડે.કમિશ્નર બારીયાને આવેદન આપી તાત્કાલિક તપાસ હાથ ધરવા તથા એજન્સીને બ્લેકલીસ્ટ કરવાની માંગણી પણ કરી હતી. ભાજપમાંથી પક્ષપલ્ટોની મેયર બનેલા પ્રવિણભાઈને પણ આવેદનપત્ર આપી માંગ કરી હતી પરંતુ અંદર અંદર ચર્ચા હતી કે તે પગલા ભરવા શક્તિમાન નથી અને ભાજપમાં ગયા પણ તેનું કશુ માન નથી તેવી પછી કોંગ્રેસના આગેવાનોએ કમિશ્નરને આવેદન અને રજૂઆત કરવાનું નક્કી કર્યુ હતું ત્યારબાદ કમિશ્નર હાજર નહીં હોતા. ડે. કમિશ્નરને રજૂઆત કરવી પડી હતી.

કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરી ભાજપમાં ગયેલા મેયર સામે હાજર કોંગ્રેસી આગેવાનોમાં ભારોભાર નિરસ્તાની લાગણી સ્પષ્ટ થતી હતી. એક પીઢ કોંગ્રેસી આગેવાને તો ટોણો પણ માર્યો હતો કે, કશું કરી શકશે નહીં. ખોટો અહીં સમય બગાડો છો. તેમનું પોતાનું ગેરકાયદે બાંધકામ છે તો તે કેવી રીતે પ્રમાણિક અને કાયદેસર કરવાની રજૂઆત કરી શકે અને પગલા લઈ શકે બધા આપ્યા છે.

Previous articleમેયરના ગેરકાયદે બાંધકામને તોડીને સમાન કામગીરી નો દાખલો બેસાડો : પ્રજાનો આક્રોષ
Next articleશાકભાજી માર્કેટમાં ઉઘાડી લૂંટ : કિંમતોમાં તીવ્ર વધારો