અમરેલી જીલ્લાના લાઠી ગામે કર્મકાંડી બ્રાહ્મણના મકાનમાંથી રોકડ મત્તાની ચોરી કરનાર શખ્સને લાઠી પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ લાઠી ગામે સ્વામીનારાયણ મંદિરની બાજુમાં રહેતા અને કર્મકાંડ કરતાં પ્રફુલચંદ્ર પ્રભુલાલ પંડ્યાનાં રહેણાંકી મકાનમાંથી રૂમમાં રાખેલ પાકીટમાંથી રોકડ રૂા.૧૧ હજારની ચોરી થયાની અને શકદારનું નામ સાથે પ્રફુલભાઈ પંડ્યાએ લાઠી પોલીસ મથકમાં ફરીયાદ આપતાં પોલીસ મથકનાં પી.એસ.આઈ. એમ.એચ. પરાડીયા તથા સ્ટાફ ગણતરીની કલાકોમાં રોકડની ચોરી કરનાર ભોળાભાઈ ઉર્ફે ભોળીયો ધીરૂભાઈ સોમાણી રે. લાઠી નીલકંઠ શેરી વાળાને મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.