રાજુલા ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ પ્રસંગે બાળકોને ચોકલેટો આપી પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જીવન વિશે રાષ્ટ્ર માટે શું ભુમિકા હતી તેવી સંપૂર્ણ માહિતીથી સૌ બાળકોને માહિતગાર કર્યા. જે આવતીકાલનું ભારત દેશનું ભવિષ્ય છે. આ તકે સાગરભાઈ સરવૈયા, ડો.હિતેશભાઈ હડીયા સહિત બહોળી સંખ્યામાં ભાજપ પરિવારના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.