પૂ.મોરારિબાપુની રામકથા માનસ મૌનનો શનિવારે તા.રર સપ્ટે.થી જોર્ડનના સનસીટી વાડીરમ ખાતે શુભારંભ થયો.
પૂ.મોરારિબાપુ પોતાની આગવી પ્રણાલિકા સ્થાપિત કરી સમાજને નવી દિશા આપતા રહ્યાં છે. આવા જ એક પવિત્ર હેતુથી કથાના પ્રથમ દિને એક યુગલે રામકથામાં સાદાઈથી લગ્ન કરી અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યું. લંડનના ચાંદેગરા પરિવારનું યુગલ ચિ.હરિશ્યામ અને ચિ.તોરલ લગ્નગ્રંથીથી જોડાયા. વ્યાસપીઠનો મંગળફેરો ફરીને એક-મેકની માળા અર્પણવિધિ થઈ. સંગીત વૃંદે લગ્નની સંગીત રસમ અદા કરી. યુગલના પરિવારો વ્યાસપીઠ અને માનસ સાથે જોડાયેલા છે. પૂ.મોરારિબાપુએ સાદગીથી લગ્ન આ રીતે પણ સંપન્ન થઈ શકે તેવો એક સંદેશો સમાજને આપ્યો. અત્ર નોંધપાત્ર છે કે મધ્ય એશિયાના જોર્ડન દેશમાં પૂ.બાપુની કથા તા.રર-૯ થી ૩૦-૯ દરમ્યાન યોજાયેલી છે. આ કથાના યજમાન મુનુભાઈ અને વિજયભાઈએ રણ વિસ્તારમાં આખુ એક શહેર નિર્મિત કર્યુ છે. જેમાં દેશાવરોમાંથી કથા શ્રાવકો ઉપસ્થિત છે.