ચાલુ વર્ષે બોટાદ જીલ્લાના આજુબાજુના પંથક માં સાવ ઓછો વરસાદ પડ્યો હોય ખેડુતો પાણી માટે વલખા મારી રહ્યા છે અને પાક સંપુર્ણ નિષ્ફળ જવાની શક્યતાઓ છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર આજુબાજુના નાગનેશ,વેજલકા,અણિયાળી અને રાણપુર આ ચાર ગામના ૨૦૦ જેટલા ખેડુતોએ નર્મદા નુ સિંચાય માટે તાત્કાલિક પાણી મળે તે માટે રાણપુર મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ રાણપુર વિસ્તારમાં ઓછો વરસાદ પડવાને કારણે ખેતીવાડીમાં કુવા માં પાણી નથી જેના લીધે ઉભો પાક સુકાઈ જવાની પુરેપુરી શકયતા છે ત્યારે આ ચાર ગામના ખેડુતો મુંજવણમાં મુકાયા છે અને આ ચાર ગામના ખેડુતો એ રાણપુર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ અને તેમની માંગણી છે કે એલ.ડી.૯ માઈનોર કેનાલ માંથી સિંચાય માટે પાણી આપવામાં આવે આ અંગે ખેડુતો એ જણાવ્યુ હતુ કે એેલ.ડી. ૯ માઈનોર કેનાલ અણિયાળી,વેજલકા થઈને નાગનેશ ગામની સીમમા આવતી હોય અમુક માથાભારે શખ્સો કેનાલમાથી ડાયરેક્ટ બખનળા મારફત કુવામાં પાણી નાખતા હોય તેમજ અમુક માથાભારે લોકો કેનાલ તોડી પોતાના ખેતરમાં પીયત માટે પાણી લઈ જાય છે જેથી આગળના ખેડુતોને પાણી પુરતા પ્રમાણમાં પહેચતુ નથી આ આવા તત્વો સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે હાલના તબ્બકે અમારો પાક કટોકટી ની અવસ્થાએ છે તો તાત્કાલિક ધોરણે પાણી આપવામાં આવે તો પાક બચી જાય તેમ છે. જો બે દીવસ માં સિંચાય નુ પાણી નહી મળે તો પાક સંપુર્ણ નિષ્ફળ જવાની પુરેપુરી શકયતા છે જો બે દીવસમાં પાણી ખેડુતો મળી જાય તો પાક ને જીવતદાન મળી શકે છે સાથે વધુ માં જણાવ્યુ હતુ કે જો બેદીવસ માં પાણી આપવામાં નહી આવે યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો નાગનેશ, વેજલકા,અણિયાળી અને રાણપુર આ ચાર ગામના ખેડુતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવુ જણાવ્યુ હતુ..