તળાજાની આરાધ્ય સ્કુલનાં વિદ્યાર્થીઓ તળાજા પોલીસ સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતાં. અને પોલીસ એટલે શું ? કાયદો અને વ્યવસ્થા, પોલીસની કામગીરી, લોકઅપ, વાયરલેસ રૂમ, હથિયાર રૂમ, પોલીસવાન, સહિતની મુલાકાત લઈને સંપુર્ણ જાણકારી મેળવી હતી. પી.આઈ. મકવાણા સહિત સ્ટાફે વિદ્યાર્થીઓને માગદર્શન આપ્યું હતું.