શહેરની મધ્યમાં અનુકુળ ભાવનગર સેન્ટ્રલ રેલ્વે ટર્મીનસ ખાતે ડેઈલી ૧પ૦૦થી વધુ લોકો અપ-ડાઉન કરે છે, મુસાફરો, વિદ્યાર્થી, વેપારી, કર્મચારી, હિરા વેપારીઓ હોય છે, જેના માટે ડેઈલી પાસ સુવિધા અને અન્ય ટ્રેનોમાં જવા કુપન કઢાવવાની સુવિધા અપ-ડાઉન કરનારા લોકો માટે રેલવે ટર્મીનસ ખાતે હતી જે ખુબ જ સગવડતા અને અનુકુળતા ભરેલ હતું. તાજેતરમાં રેલવે તંત્રએ ૦૧-૦૯-ર૦૧૮થી તમામ લોકોની અનુકુળતાની તપાસ કર્યા વગર આ સુવિધા ભાવનગર પરા કે જેટ ટર્મીનસથી ૩ કી.મી. દુર આવેલ છે. ત્યાં ખસેડવામાં આવી છે. જેથી આ નિર્ણય અવ્યવહારૂ, અસુવિધાજનક અને અન્યાયાકારી છે જેનેક ારણે ઉપરોકત તમામ લોકોનેભ ાવનગર પરા સુધી જવું પડે છે. જયાં કોઈ વાહન પાર્કીંગ સુવિધા નથી જેથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રેલવે ટર્મનીસ પર આ બધી બાબતો વાહન પાર્કીંગ અને સલામતી સાથે ખુબ જ અનુકુળ હતી. તદ્દઉપરાંત ત્યાં જવા આવવા માટે સમય અને પૈસાનો વ્યય થાય છે જે ગેરવ્યાજબી છે.
આ વ્યવહારૂ નિર્ણયથી ડેઈલી અપ-ડાઉન કરતા પાસ ધારકો અને જનતામાં જબ્બર રોષ ઉભો થયેલ છે. જેથી તાત્કાલિક ધોરણે આ નિર્ણય જનતાના હિતમાં પાછો ખેંચી લેવામાં આવે અને પુનઃ ભાવનગર રેલવે ટર્મીનસ પર આ સુવિધા શરૂ કરવામાં આવે તેવી રજુઆત અનીલકુમાર ગુપ્તાજી અને ડી.આર.એમ. રૂપા શ્રીનીવાસનને કરવામાં આવી છે.