મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણી પૂર્વે કોઈ વ્યક્તિએ અનઅધિકૃત રીતે મતદારયાદી વાઈરલ કરી દેતા જે સંદર્ભે કસુરવારો સામે ઉગ્ર પગલાની માંગ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા-ભાવનગર શાખા દ્વારા કરવામાં આવી છે.
એનએસયુઆઈ ભાવનગર શાખા દ્વારા એમ.કે. ભાવ. યુનિ.ના કુલપતિ કુલસચીવ તથા ઈસી સભ્યોને પત્ર પાઠવી એવા પ્રકારે માંગ કરી છે કે, એમ.કે. ભાવ. યુનિ.ના સ્નાતક વિભાગની ૭ બેઠકોની ચૂંટણી આગામી તા.ર૧-૧૦-ર૦૧૮ના રોજ યોજાનાર છે. જે પૂર્વે યુનિ.ના કોઈ કર્મીએ ગેરકાયદે મતદારયાદી પેનડ્રાઈવમાં લઈ વાયરલ કરી નિયમોનો ભંગ કર્યો છે. આથી આ ગુના સબબ કાયદેસરની કાર્યવાહી કરવા એનએસયુઆઈ દ્વારા માંગ કરી છે.