શહેરના ઈન્દીરાનગર દેવીપૂજકવાસમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સોને એસઓજી ટીમે રેડ કરી રોકડ મત્તા સાથે ઝડપી લીધા હતા. એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ટી.કે.સોલંકી તથા પો.કોન્સ. રાજદિપસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે ઇદીંરાનગર, દે.પુ.વાસ જાહેર જગ્યામાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા અશોકભાઇ કરશનભાઇ ચોહલા રહે. માર્કેટીંગ યાર્ડની પાછળ ચિત્રા ઇદીંરાનગર, મેહુલભાઇ દેવાભાઇ ચોહલા રહે. ઠાકરદ્રારાની બાજુમાં ગામ-ફુલસર, સંજયભાઇ ધનજીભાઇ મેર રહે. કુમુદવાડી રામજી મંદિર પાછળ લાલ ટાંકી પ્લોટ નં.૪૧વાળાઓને રોકડ રૂપિયા ૧૫,૩૦૦/- તથા ગંજીપાનાના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.