આજરોજ સીટુ (લાલ વાવટા) સંકલિત ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયનના નેતા તળે ભાવનગર જિલ્લાની ૧૦૦૦થી વધુ ફેસીલીએટર બહેનો તથા આશાવર્કર બહેનોનું વિશાળ સંમેલન ભાવનગર મોતીબાગ ખાતે યોજાયું હતું. જેમાં ભાવનગર, સિહોર, પાલીતાણા, ગારિયાધાર, તળાજા, મહુવા, ઘોઘા, વલ્લભીપુર, ઉમરાળા તાલુકાના બહેનો હાજર રહ્યાં હતા. ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયનનાં મંત્રી અશોક સોમપુરાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગામડે ગામડે તથા શહેરોની ગરીબ વસ્તીમાં, તાવથી રોગચાળા, વિવિધ સર્વેથી માંડી સુવાવડ સુધીની આરોગ્ય સેવાઓ આશા ફેસીલીએટરો પુરી પાડી રહી છે. સીટુ મહામંત્રી અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયનના રાજ્ય પ્રમુખ અરૂણ મહેતાએ જણાવેલ કે, છેલ્લા ત્રણ વર્ષના સંઘર્ષ આંદોલન બાદ જ અને પમી સપ્ટે.થી રેલી બાદ, ખુદ વડાપ્રધાને આશા બહેનોના ઈન્સેન્ટીવમાં વધારો જાહેર કરવો પડ્યો હતો તેમજ ર૦૧૭માં ગુજરાત સરકાર અને ૧૧મી સપ્ટે. ખુદ વડાપ્રધાને પણ પાયાની મહત્વની પોસ્ટ ધરાવનાર આશા ફેસીલીએટર બહેનોના ભથ્થામાં કોઈ જ વધારો જાહેર કરેલ નથી.
સંમેલનમાં, આશા ફેસીલીએટર બહેનોને ફીક્સ પગારદાર બનાવી રૂા.૧૦,૦૦૦ આપવા આશા વર્કરોને અન્ય રાજ્યો કેરલા, હરિયાણા, પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક રાજ્યોની જેમ ફીક્સ પગાર આપવાની માંગણી માટે ગુજરાત વ્યાપી આંદોલન આગામી ઓક્ટોબરમાં કરવાનો નિર્ણય કરતો ઠરાવ ભાવનગર જિલ્લાના પ્રમુખ પુષ્પાબેન પરમાર દ્વારા જિલ્લા મંત્રી રેખાબેન લશ્કરી અને ફેસીલીએટર ચંપાબેન હેરંબાએ રજૂ કર્યો હતો.