દાઠા પોલીસ મથક તળે આવતા ગઢુલા ગામે ગઈકાલે ૩ શખ્સોએ ગઢુલા ગામના યુવાનને અટકાવી અપહરણ કરી રાતાખડા ગામ નજીક ઝાડ સાથે બાંધી ઢોરમાર માર્યો હતો. જે ગુનામાં ફરાર ચારેય આરોપીને દાઠા પોલીસે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એ. ગોહિલ તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો. કોન્સ. જયરાજસિંહ ચુડાસમા તથા હે.કો. ભરતસિંહ ડોડીયાએ સંયુકત મળેલ બાતમીના આધારે દાઠા પો.સ્ટે. આઈપીસી કલમ ૩ર૩, ૩૬પ, પ૦૪, ૧૧૪ મુજબ ગુન્હાના આરોપીઓ નાસતા ફરતા હોય જેઓની ચોક્કસ બાતમીના આધારે ગઢુલા વિસ્તારમાંથી પ્રભુભાઈ વલ્લભભાઈ મકવાણા, ગુલામભાઈ વલ્લભભાઈ મકવાણા, વલ્લભભાઈ મોહનભાઈ, ભરતભાઈ શિયાળ રહે.તમામ ગઢુલા વાળાઓને ધોરણસરની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.