વરતેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કુવામાંથી ત્રણ દિવસથી ગુમ થયેલ યુવાનની કોહવાયેલી હાલતે લાશ મળી આવતા ચક્ચાર ફેલાઈ જવા પામી હતી. બનાવની જાણ થતા વરતેજ પોલીસ સ્ટાફ અને ફાયરસ્ટાફ દોડી જઈ યુવાનના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની મળતી વિગતો મુજબ મુળ દાહોદ ગામના અને હાલ વરતેજ નજીકની વાડીમાં ખેતમજુરી કરતા મગનભાઈ બારૈયા ઉ.વ.રર છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયા હતા. બાદ આજરોજ વરતેજ જીઆઈડીસી પાસે આવેલ અવાવરૂ કુવામાંથી મગનભાઈ બારૈયાની લાશ મળી આવતા વરતેજ પોલીસ અને ફાયરસ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢી વરતેજ પોલીસે જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.