જાફરાબાદના વારાહસ્વરૂપ ધામે તુલસી વિવાહનું થયેલું આયોજન

808
guj3112017-2.jpg

જાફરાબાદના વારાહ સ્વરૂપ ધામે આહિર સમાજ અગ્રણી મીઠાભાઈ લાખણોત્રા દ્વારા આયોજીત એક સાથે ૪-૪ જગ્યાએથી તુલસી માને પરણવા ધામધૂમથી જાડી જાનનું જોડી સંતો-મહંતો દરેક જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. એક સાથે ૪-૪ તુલસી માતાને રોપી તેને કન્યાદાન આપવા આહિર સમાજ અગ્રણી મીઠાભાઈ લાખણોત્રા દ્વારા આયોજીત તુલસી વિવાહોત્સવમાં મોમાઈ વડેથી મહંત લખમણદાસબાપુ, માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ, જાફરાબાદથી તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા, રાજુલાના રામપરાથી વૃંદાવન આશ્રમના મહંત રાજેન્દ્રદાસબાપુ, સ્થાનિક રામામંડળની જાડી જાનોમાં હજારો જાનૈયા હજારો માંડવિયા દરેક જ્ઞાતિના આગેવાનો તેમજ હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહી આ પ્રસંગને બિરદાવ્યો હતો. ભારતીય સંસ્કૃતિને ઉજાગર રહી આ પ્રસંગને બિરદાવ્યો હતો. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો અને સર્વજ્ઞાતિજનોને એક પંગતમાં બેસાડી ભોજન મહાપ્રસાદ લેવરાવતો પ્રસંગ છે. ચેતનભાઈ શિયાળ, સ્થાનિક કાળુભાઈ ગુજરીયા, સનાભાઈ સરપંચ તેમજ કોવાયા સરપંચ બાબભાઈ, નિંગાળા સરપંચ હરસુરભાઈ લાખણોત્રા, કાઠી ક્ષત્રિય સમાજના વડભીમબાપુ, અમરૂભાઈ ધાખડા શ્યામવાડી, નજુભાઈ વરૂ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleસીન્ટેક્ષ કંપનીમાં અકસ્માતે મૃત્યુ પામેલ યુવતીના પરિવારને ૪ લાખની સહાય
Next articleતળાજામાં વિહિપ દ્વારા હુતાત્મા દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ