શહેરના આનંદનગર સ્લમ બોર્ડ વિસ્તારના રહેણાંકી મકાનમાં એલસીબી અને એસઓજી ટીમે સંયુકત રેડ કરી ૧ કિલો ૯૪૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમારને બાતમી હકિકત આધારે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમાર તથા એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પોલીસે આનંદનગર સ્લમબોર્ડ કવાટર્સ રૂમ નંબર ૨૧૫ ભાવનગર વાળાના મકાનમાં રેઇડ કરતા શરીફાબેન રૂસ્તમખાન ફતેખા પઠાણના ઘરમાંથી ૧ કિલો ૯૪૦ ગ્રામ ગાંજો કિ.રૂ. ૧૧,૬૪૦/- મળી આવેલ સ્ત્રી આરોપી સામે એનડીપીએસ એક્ટ તળે કાયદેસર કાર્યવાહી કરી સ્ત્રી આરોપી સામે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમાર ફરિયાદ આપી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.