હોપકિન્સ કેન્સર સંસ્થા જણાવ્યા પ્રમાણે દરેક બાળક, યુવાન અને યુવતીના શરીરમાં કેન્સરના કોષો હોય છે. જે સુપ્ત અવસ્થામાં હોય છે, નિષ્ક્રિય હોય છે. પરંતુ જયારે વ્યકિતની રોગ સામે લડવાની શક્તિ ખુબ જ ઘટે છે ત્યારે આ કોષો સક્રિય થાય છે અને શરીરનાં કોઈપણ અંગના કોષને કેન્સરનાં કોષમાં ફેરવી જે તે અંગમાં કેન્સર કરે છે. આ ભયંકર વ્યાધિથી બચવાઃ જીવનશેલી (લાઈફ સ્ટાઈલ્) બદલી, રોગપ્રતિકારક શક્તિ (રેઝિસ્ટન્સ પાવર) વધારવા માટે પ્રયાસો કરવા જરૂરી છે. તે માટે ઘણાં ઘણાં ઉપાયો છે. જેમાંથી અગત્યના ઉપાયો (નિષ્ણાંતોની દ્રષ્ટિએ) નીચે મુજબ છે. (૧) તમાકું ધ્રુમપાન (તમાકું કોઈપણ સ્વરૂપમાં), દારૂ, કેફી પદાર્થો વગેરે બિલ્કુલ બંધ કરવા (ર) વધુ પડતી ચા કે કોફી (ત્રણ કપથી વધુ) ન પીવી. (૩) ડાયાબિટીસ તથા લોહીનું ઉચું દબાણ (બી.પી.) બરાબર કાબુમાં રાખવાં. (૪) વ્યસનોમાં જણાવ્યા મુજબ તમાકું કોઈપણ સ્વરૂપ (બીડી, સીગરેટ, હુકો, હોકલી, ગુટકા, પાન-માવાં, વધુ પડતી સોપારી અને ચુનો, છીંકણી ઘસવી કે સુંઘવી વગેરે) ન લેવા. (પ) થેલેસમીયાની સારવાર બરાબર અને પુરેપુરી કરવી. (૬) વધુ પડતી દવાનો દુરૂપયોગ ન કરવો. તબીબી સલાહ વિના કોઈપણ દવા ન લેવી. (૭) જેને વિજ્ઞાનનો આધાર નથી તેવાં પ્રયોગો (ટુચકાં)થી બચવું. (૮) આદર્શ વજન જળવાય તે માટે સઘન, સતત અને સહૃદયી પ્રયત્નો કરવાં. માન્ય ચાર્ટ (કોઠો)માં જે આદર્શ વજન હોય તેના કરતા ર૦ થી ૩૦ ટકાથી વધું ન જોઈએ. આદર્શ વજન કરતાં થોડું ઓછું રહે તો ઉત્તમ. કમરનો ઘેરાવો પુરૂષ માટે ૯૦ સે.મી. (૩૬ ઈંચ) તથા સ્ત્રીઓ માટે ૮૦ સેમી. (૩ર ઈંચ)થી વધવો ન જોઈએ. જો તે વધારે હોય તો તેને સેન્ટ્રલ ઓબેસીટી (ફાંદ) કહે છે. (૯) સતત માનસિક તાણ, ટેન્શનથીબ ચવું. પૈસો, પ્રતિષ્ઠા, પદ વગેરે મેળવવા પાછળ મોટેભાગે ટેન્શન ઘણું વધતું હોય છે. અત્રે મગજનમાં નોંધી રાખીએ કે જો આરોગ્ય સારૂ ન હોય તો પૈસો, પદ અને પ્રતિષ્ઠાની કિંમત કંઈ નથી. (૧૦) પુરતી ગાઢ ઉંધ લેવી. (૧૧) સુવાનો, જાગવાનો, જમવાનો, કુદરતી હાજત વગેરેનો ચોકકસ સમય જાળવવો પુરેપરો પ્રયત્ન કરવો. કુદરતી હાજતો દબાવી રાખવાથી ઘણુ ં નુકશાન થાય છે. (૧ર) અગત્યનું છે એટલે ફરી ફરી રીપીટ કરવામાં આવે છે કે ,પૌષ્ટીક, સમતોલ અને સાદો આહાર લેવો. જંડ ફુડ, ફાસ્ટફુડ, ડબ્બાપેક ફુડ, ઉધાડાવાસી ખોરાકો મેંદાની આઈટમો, આજીનો મોટો (જે મોટેભાગે ચાઈનીઝ તથા કેટલીક ગુજરાતી ચટપટી વાનગીમાં વપરાય છે.) બેકરી આઈટમો, પેસ્ટ્રીઝ આઈટમ બને ત્યાં સુધી ન ખાવી. (૧) રોજ ૩૦ થી ૪૦ મીનીટ શરીરને માફક આવે તેવો વ્યાયામ કરવો. (૧ચ્ રોજ બે કે ત્રણ જાતના સિઝનલ ફ્રુટસ, લીલા શાકભાજી, ૩૦૦ થી ૪૦૦ ગ્રામ રોજ (સલાડ સાથે), દુ, દહીં, થોડો સુકો મેવો, ખાસ કરીને ખજુર, અંજીર, બદામ, અખરોટ લેવા. (૧પ) ઉગાડેલા કંઠોળ, ઘંઉનું થુલું અઠવાડીયામાં ૩-૪ વખત લેવું. મિષ્ટાન, ફરસાણ તથા મીઠા (સોલ્ટી)નું પ્રમાણ ખુબ જ ઓછું હોય તેવો આહાર લેવો. (૧૬) કેન્સર થવા માટે અન્ય ઓછા જાણીતા કારણોથી પણ બચવું. દા.ત. સડેલ, તુટેલ, આડા અથવા તીક્ષ્ણ દાંત કે જે સતત જીભ અથવા ગલોફામાં ખૂંચ્યા કરે છે. જેને કારણે લાંબા ગાળે ચાંદુ થઈને તેમાથી કેન્સર થઈ શકે છે. આવા દાંતનો નિષ્ણાંતની સલાહ મુજબ ઉપાય કરવો. (૧૭) કેટલીક જાતના મસા, સફેદ, લાલ કે કાળા ડાઘ (ચામડીપર) પણ કોઈકવાર કેન્સરમાં પરિવર્તન પામે છે. આવા મસા કે ડાઘમાં જરાપણ ફેરફાર થાય તો તાત્કાલિક તબીબને મળવું. (૧૮) દાંતનું ચોગઠું બરાબર ફીટ ન થાય અથવા ચોકઠું તુટેલું હોય તો તેના નિષ્ણાંતને બતાવવું. (૧૯) કેટલાક જાતીય રોગો દા.ત. સિફિલિસમાં ચાંદુ પડી કેન્સર થઈ શકે છે. (ર૦) બચપણથી સોય કે અન્ય નિષ્ણ ચીજ વડે દાંત વચ્ચેનો બગાડ કે કચરો કાઢવાની કુટેવ, કડક બ્રશ વાપરવાની કુટેવ, લાંબેગાળે પેઢમાં ચાંદુ પાડી કેન્સર ઉત્પન્ન કરી શકે. જીભ સાફ કરવાનું ઉલીયું વધારે પડતું ઘસવાથી પણ હાની થઈ શકે. (ર૧) ડેન્ટલ ક્રીમ (ટુથપેસ્ટ) ફીણ ઉત્પન્ન કરવા સિવાય કશું જ ઉપયોગી કાર્ય નથી કરતું તેથી ખેરખર તો તેની જરૂર જ નથી. (બ્રિટનના જાણીતા નિષ્ણાંત દાંતનો ડોકટરનો મત) (રર) કેટલા ઉદ્યોગિક રસાયણો જેવા કે એસ્બસ્ટોસ, ક્રોમીયમ, બેન્ઝીન વગેરે સાથે સંકળાયેલા કામદારો સાવચેતીના પગલા ન લે તો અમુક કેન્સર થઈ શકે છે. માટે તેઓની વાર્ષિક તપાસ કરાવવી. (ર૩) જો ખુબ જ જલ્દી અને વ્હેલુ નિદાન થાય, તેની ખુબ જ જલ્દી સારવાર થાય તો લગભગ ૧૦૦ ટકા કેન્સર મટાડી શકાય છે.
કૃમિ (કરમીયા, ચરમીયા, કરીમ વગેરે) વોર્મ્સ
યુવાનીમાં વ્યકિત યંગમેચન વેવિશાળ પછી સુપરમેન. લગ્ન બાદ જેન્ટલમેન. દીસ્
ખાસ કરીને બાળકોમાં વધુ જોવા મળે છે. ગોળકૃમિ (રાઉન્ડ વોર્મ્સ) જે ૮ થી ૧૬ ઈંચ લાંબા હોય છે. થ્રેડ વોર્મ્સ, હુક વોર્મ્સ જે ખુબ નાના (એક થી દોઢ મી.લી.મીટર) હોય છે. પેટનો દુઃખાવો, ભુખ ઘટવી, શરીર ફીક્કું (પાડું રોગ – એનીમીયા) વગેરે સામાન્ય લક્ષણો જોવા મળે છે. કૃમિથી બચવા માટે (૧) વ્યકિતગત ચોખ્ખાઈ (ર) ખુલ્લા પગે માટીમાં કે ખેતરમાં ફરવું નહિં. (૩) જમ્યા પહેલાં અને સંડાસ ગયા પછી હાથને સાબુ વડે ખૂબ ધસીને સારી રીતે ધોવા. (૪) નિયમીત નખ કાપવા (પ) ખુલ્લા ખોરાક જેના પર માખીઓ બેસતી હોય તે કદિ ન ખાવો. ખોટી માન્યતા :- ગોળ કે અન્ય ગળી વસ્તુ ખાવાથી કૃમિ થાય તે તદ્દન ખોટી માન્યતા છે, ગાળમાં તો ભરપુર લોહતત્વ છે. તે કૃમિ નહિં પણ લોહતત્વ વધારી પાંડુરોગ (એનેમિયા)ને ઘટાડે છે. છતાં ખુબ વ્યાપક પ્રમાણમાં આ ખોટી માન્યતા પ્રચલીત છે. કરમીયા થાય ત્યારે ખુબ ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે તે પણ ખોટી માન્યતા છે. કૃમિ થાય ત્યારે ખુબ ભુખ લાગે તે પણ ખોટી માન્યતા છે. (હકિકતમાં ભુખ પટે છે.) ખુલ્લા પડેલા ગોળ કે અન્ય ગળ્યા પદાર્થો પર માખીઓ બહું બેસે છે. આ માખીઓ પહેલાં મળ (સટુલ) પર બેસીને આવી હોવાથી તેના પગે કૃમિના ઈંડા વિપુલ પ્રમાણમાં ચોટેલા હોય છે. તેથી કૃમિના ઈંડા વાળો, પ્રદુષિત ગોળ (અથવા ગળ્યા પદાર્થો) બાળક ખાય ત્યારે કૃમિના ઈંડા બાળકના (કે મોટા માણસ) આંતરડામાં જઈને ઈંડામાંથી પુખ્ત કૃમિ બને છે. આમ માખી, મળથી મિષ્ટાન અને મિષ્ટાનથી આંતરડા સુધી આ ભયંકર રોગ પ્રસરાવે છે. માટે ખુલ્લી એટલે કે ઉધાડી મિઠાઈ કે ગોળ કે અન્ય ગળી ચીજો ન ખાવી.