ક્રુડ પ્રોડક્શનને વધારી દેવા ઓપેક દેશોએ ઇન્કાર કર્યો

1023

ઓપેક દેશોએ ક્રુડ પ્રોડક્શન વધારી દેવાનો ઇન્કાર કર્યો છે. આની સાથે જ ભારત સહિતના આયાત પર આધારિત રહેલા દેશોને વધારે મોટો ફટકો પડ્યો છે. કારણ કે ઓપેકના ઇન્કારથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હજુ વધુ વધારો કરાશે. તેના નિર્ણયના કારણે ક્રુડ ઓઇલની કિંમત ૮૦ ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગઇ છે.આજે પણ  પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાનો દોર જારી રહ્યો છે. આજે ભાવ વધારો ઝીંકવામાં આવ્યા બાદ દેશના વાણિજ્ય પાટનગર ગણાતા  મુંબઇમાં પેટ્રોલની કિંમત હવે પ્રતિ લીટર ૯૦.૨૨ રૂપિયા થઇ ગઇ છે. આવી જ રીતે ડીઝલની કિંમત પ્રતિ લીટર ૭૮.૬૯ સુધી પહોંચી ગઇ છે.  રાષ્ટ્રીય પાટનગર  દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને ૮૨.૮૬ સુધી પહોંચી ગઇ છે. જ્યારે ડીઝલની કિંમત ૭૪.૧૨ની સપાટી પર પહોંચી ગઇ છે.

ભારત દ્વારા તેની ક્રૂડ ઓઇલ પૈકીની ૮૦ ટકાની આયાત કરે છે. પેટ્રોલની કિંમતો છેલ્લા એક મહિનાના ગાળામાં છ ટકાથી પણ વધુ વધી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ડિઝલની કિંમતમાં પણ આઠ ટકાનો વધારો થઇ ચુક્યો છે. તેલ કંપનીઓએ પાંચમી સપ્ટેમ્બરને બાદ કરતા ૨૬મી ઓગસ્ટથી ૧૮મી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો કર્યો છેે. હાલમાં ક્રૂડની કિંમત વધતા અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થતાં કંપનીઓ માટે ક્રૂડની આયાત મોંઘી થઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના કારણે તમામ રાજ્યો પર દબાણ આવી રહ્યુ છે. આ દબાણ વચ્ચે કેટલાક રાજ્યો વેટમાં ઘટાડા કરી ચુક્યા છે. જેમાં રાજસ્થાન અને આંધ્રપ્રદેશ બાદ હવે પશ્ચિમ બંગાળમાં વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી આ ત્રેણય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. ભાવ વધારાને લઇને સરકારની ચારેબાજુ વ્યાપક ટિકા હાલમાં થઇ રહી છે. એમ માનવામાં આવે છે કે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં હજુ વધુ વધારો કરવામાં આવી શકે છે.જોકે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. જેથી એવી અટકળો ચાલી રહી છે કે ચાર રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન સરકાર તેલની કિંમતો ઉપર અંકુશ મુકી શકે છે. અલબત્ત ચાર રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળે પહેલાથી જ પેટ્રોલ-ડિઝલની કિંમત પર વેટમાં ઘટાડો કર્યો છે. દેશભરમાં પેટ્રોલિયમ પેદાશોમાં વધી રહેલી કિંમતોના કારણે સરકાર અને વિપક્ષ આમને સામને છે. વિરોધ પક્ષો દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં કાપની માંગ કરવામાં આવી રહી છે. ભાવ વધારા સામેના વિરોધમાં ગયા સોમવારે કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ભારત બંધની હાકલ કરી હતી.પેટ્‌ોલ અને ડીઝલના વધતા જતા ભાવ વચ્ચે હાલમાં સરકારની વ્યાપક ટિકા થઇ રહી છે. મોદી સરકારથી મધ્યમ વર્ગ નાખુશ છે. આ વધતા જતા ભાવના કારણે મોદી સરકારને લોકસભાની ચૂંટણીમાં મોટી કિંમત ચુકવવી પડી શકે છે. કારણ કે મોટા ભાગની જીવન જરૂરી ચીજોની કિંમતમાં હાલમાં વધારો થયો છે. આના કારણે તમામ લોકોના બજેટ બગડી ગયા છે. આગામી દિવસોમાં પણ મોંઘવારીના કારણે સામાન્ય લોકોને પરેશાન રહેવાની ફરજ પડી શકે છે. કારણ ે ક્રુડની કિંમત તો હાલમાં વધી રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત વધારો જારી રહેલાત સરકાર પણ ચિંતાતુર છે. જો કે પગલા લેવા માટે સરકાર તરફથી કો નક્કર ખાતરી આપવામાં આવી રહી નથી. જે લોકોને હેરાન કરે છે. ઓપેક દેશોએ ઉત્પાદન ન વધારી દેવાની વાત કર્યા બાદ ભારત સહિતના દેશોના લોકોને આગામી દિવસોમાં વધારે કિંમત ચુકવવા માટે તૈયાર રહેવુ પડશે.

Previous articleકેન્સર, ભયંકર રોગથી બચવા માટેના ઉપાયો
Next articleસેનાના મોટા ઓપરેશનમાં બે ત્રાસવાદીઓ ઠાર કરાયા