આસામમાં મંગળવારે સવારે ભૂકંપનો આંચકો આવતા ધરા ધ્રૂજી ઉઠી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આસામના બારપેટામાં સવારે ૯.૧૭ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે ગુવાહાટી, આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુરમાં આંચકા અનુભવાયા હતા. સૌપ્રથમ સવારે ૯.૧૭ કલાકે ત્યારબાદ ૯.૨૧ કલાકે એમ બે વખત ભૂકંપના આંચકા ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં આવ્યા હતા. ભૂકંપને પગલે ધ્રૂજારીથી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. હજુ સુધી જાન માલની નુકસાનીનો કોઈ અંદાજ જણાયો નહતો.