દાગી નેતાઓના ચૂંટણી લડવા પર પ્રતિબંધનો સુપ્રીમનો ઇન્કાર

951

કલંકિત નેતાઓ અને ગંભીર અપરાધિક મામલાના આરોપીઓને ચૂંટણી લડવાથી રોકવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે તેનો ઐતિહાસિક ચુકાદો આપી દીધો હતો. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપા કહ્યું હતું કે, કલંકિત નેતાઓના ચૂંટણી લડવા પર તે પ્રતિબંધ મુકી શકે નહીં. કાનૂન બનાવવાનું કામ સંસદનું છે.

સંસદ જ આના ઉપર પ્રતિબંધ મુકી શકે છે. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું છે કે, ઉમેદવારોને પોતાના ઉપર રહેલા અપરાધિક કેસોના સંદર્ભમાં માહિતી આપવી પડશે. સાથે સાથે સંબંધિત રાજકીય પક્ષોને પણ ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉમેદવારોના સંદર્ભમાં તેમના બેકગ્રાઉન્ડ અંગે ઇન્ટરનેટ અને મિડિયા ઉપર માહિતી આપવી પડશે. ચૂંટણી પંચના ફોર્મને બોલ્ડ લેટર સાથે ભરવાની ફરજ પડશે. ઉમેદવારો ઉપર રહેલા અપરાધિક મામલાઓના સંદર્ભમાં પાર્ટીઓને પણ પુરતી માહિતી રહે તે જરૂરી છે. ઉમેદવાર તરફથી પોતાના બેકગ્રાઉન્ડ અને પોતાના ઉપર રહેલા કેસોના સંદર્ભમાં માહિતી આપવી ફરજિયાત રહેશે.

રાજનીતિના અપરાધિકરણને રોકવા સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ તારણો આપ્યા હતા. જો કે, સુપ્રીમ કોર્ટે કબૂલાત કરતા કહ્યું હતું કે, માત્ર ચાર્જશીટ દાખલ થવાથી કોઇ ઉમેદવારને ચૂંટણી લડવાથી રોકી શકાય નહીં. સીજેઆઈ દિપક મિશ્રાના નેતૃત્વમાં પાંચ જજની બેંચે કહ્યું હતું કે, તે લક્ષ્મણરેખાને પાર કરી શકે નહીં. ઉમેદવારોને ગેરલાયક જાહેર કરવાની જવાબદારી સંસદની રહેલી છે. આને લઇને સંસદ કાનૂન બનાવી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજકારણના અપરાધિકરણ અને ભ્રષ્ટાચારના લીધે લોકશાહીની જડો હચમચી ઉઠી છે.

હાલમાં લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળ દાવેદાર ગુનેગારી કેસમાં અપરાધિ ઠેરવી દીધા બાદ જ ચૂંટણી લડવાથી ગેરલાયક જાહેર થાય છે. પાંચ જજની બેંચે એમ પણ કકહ્યું હતું કે, મતદારોને ઉમેદવારોના સંદર્ભમાં માહિતી મેળવવાનો અધિકાર છે.

Previous articleઆધારની કાયદેસરતા પર આજે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો
Next articleઆધારને સુપ્રીમે આપી બંધારણીય માન્યતા