આધારને સુપ્રીમે આપી બંધારણીય માન્યતા

751

 કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ આધાર કાર્યક્રમ અને તેના સંબંધિત 2016ના કાયદાને બંધારણીય માન્યતાને પડકારનારી કેટલીક અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપતા આધારને બંધારણીય માન્યતા આપી. સવારે લગભગ 11 વાગે જસ્ટિસ એ કે સીકરીએ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ ખાનવિલકર તરફથી ચુકાદો વાંચવાનો શરૂ કર્યો. જસ્ટિસ સીકરીએ કહ્યું કે આધાર દેશમાં સામાન્ય માણસની ઓળખ બની ગયો છે.

જસ્ટિસ સીકરીએ કહ્યું કે આધાર કાર્ડ અને ઓળખ વચ્ચે એક મૌલિક અંતર છે. બાયોમેટ્રિક જાણકારી ભેગી થયા બાદ તે સિસ્ટમમાં બની છે. આધારથી ગરીબોને તાકાત અને ઓળખ મળી છે. આધાર સામાન્ય માણસની ઓળખ બની ગયુ છે. આધાર કાર્ડના ડુપ્લીકેટ બનવાનો કોઈ વિકલ્પ નથી. આધાર કાર્ડ બિલકુલ સુરક્ષિત છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આધારથી સમાજના એક વર્ગને તાકાત મળી છે. આધાર પર હુમલો બંધારણની વિરુદ્ધ છે. સારું હોવા કરતા કઈંક અલગ હોવું એ છે, આધાર અલગ છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે ડેટા પ્રોટેક્શન પર કેન્દ્ર કડક કાયદો બનાવે, આદારમાં ડેટાને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા છે. ડેટા સુરક્ષા માટે UIDAI પૂરતી વ્યવસ્થા કરી છે.

Previous articleદાગી નેતાઓના ચૂંટણી લડવા પર પ્રતિબંધનો સુપ્રીમનો ઇન્કાર
Next articleઆટલી જગ્યાએ આધાર ફરજિયાત, આ જગ્યાએ મરજિયાત