સુપ્રીમ કોર્ટે આજે આધાર કાર્ડની અનિવાર્યતા અથવા બંધારણિય કાયદેસરતા પર પોતાનો ચુકાદો આપ્યો હતો. ચુકાદા દરમિયાન સુપ્રીમ કોર્ટે અમુક શરતોની સાથે આધાર કાર્ડની કાયદેસરતા યથાવત્ રાખી છે. આધારની બંધારણીય કાયદેસરતા અંગે ચુકાદો આપતા કોર્ટે અમુક જગ્યા માટે આધાર કાર્ડ જરૂર ન હોવાનું કહ્યું તો અમુક સ્કિમ માટે આધારને ફરજીયાત કર્યું હતું.
આટલી જગ્યાએ આધાર ફરજિયાત
1. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હવેથી સ્કૂલોમાં આધાર કાર્ડ જરૂર નથી.
2. બેંક ખાતાઓ સાથે આધાર કાર્ડને લિંક કરવું જરૂરી નથી. બેંકો સાથે આધારને જોડવાનો ચુકાદો સુપ્રીમે રદ કર્યો. હવે બેંકો તમારી પાસેથી આધારની વિગતો નહીં માંગી શકે.
3. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે મોબાઇલ માટે સીમકાર્ડની ખરીદી વખતે આધાર કાર્ડની વિગતો આપવી જરૂર નથી.
4. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મોબાઇલ કે પછી કોઈ ખાનગી કંપનીઓ તમારી પાસેથી આધારની વિગતો ન માંગી શકે.
5. UGC, NEET, અને CBSEની પરીક્ષાઓ માટે આધાર કાર્ડ જરૂર નથી.
આ જગ્યાએ મરજિયાત
1. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પાન(પરમેનેન્ટ એકાઉન્ટ નંબર)ને આધાર સાથે જોડવું જરૂરી છે. આ માટેનો નિર્ણય યથાવત્ રહેશે.
2. સરકારી કલ્યાણકારી યોજનાઓમાં આધાર જરૂર રહેશે.