૧૪ વર્ષ જૂના શારીરિક શોષણ કેસમાં અમેરિકન કોમેડિયન બિલ કોસ્બીને સજા

729

પ્રખ્યાત અમેરિકન કોમેડિયન બિલ કોસ્બીને મંગળવારે ત્રણથી ૧૦ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. કોસ્બી ઉપર ૧૪ વર્ષ પહેલા ફિલાડેલ્ફિયા સ્થિત પોતાના બંગલામાં મહિલા સાથે ડ્રગ્સ આપીને શારીરિક શોષણ કરવાનો આરોપ હતો. જજે કોસ્બીની જામીન અરજીને નકારી કાઢી હતી. તેમને કોસ્બીને સીધા જ પેન્સિલવેનિયા જેલમાં ધકેલ્યો હતો. તેમના ઉપર આશરે ૧૯ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હત.

ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે કોસ્બીને ઓછામાં ઓછા ત્રણ વર્ષ જેલમાં પસાર કરવા પડશે. ત્યારાબાદ તેની આગળની સજા ઉપર વિચાર કરવામાં આવશે. જોકે, એની કોઇ જ ગેરેન્ટી નથી કે ત્યાર પછી પણ તે મુક્ત થશે. કોર્ટ કાર્યવાહી દરમિયાન પીડિતા સહિત અન્ય ૧૦ મહિલાઓ કોર્ટ રૂમમાં હાજર હતી. જેમણે કોસ્બી ઉપર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ૮૧ લર્ષીય કોસ્બી આ એપ્રિલમાં દોષી જાહેર થયા હતા. ઘટના સમયે પીડિતા, ટેમ્પલ યુનિવર્સિટીની કર્મચારી હતી. મોન્ટગોમેરી કાઉન્ટી કોર્ટના જજ સ્ટીવન ટી.ઓ.નીલે ચુકાદો આપતા કહ્યું હતું કે, “આ ન્યાય કરવાનો સમય છે. મિસ્ટ કોસ્બી, આખો કેસ તમારી વિરુદ્ધ છે. તમને ખુબ જ ગંભીર આરોપના દોષી ગણવામાં આવ્યા છે. કોઇપણ કાયદાની ઉપર નથી. કોઇની સાથે ભેદભાવ થવો ન જોઇએ.

 

Previous articleટ્રમ્પે મારા કાર્યકાળમાં સૌથી વધુ વિકાસ થયો કહેતા યુએનમાં હાજર બધા હસી પડ્યા..!!
Next articleરાફેલ સોદા પર હસ્તાક્ષર થયા ત્યારે હું સત્તા પર ન હતો : ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોં