રાફેલ સોદા પર હસ્તાક્ષર થયા ત્યારે હું સત્તા પર ન હતો : ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોં

669

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંને રાફેલ ડીલ વિવાદ પર સીધો જવાબ આપવાનું ટાળ્યું છે અને કહ્યું કે જ્યારે ભારત અને ફ્રાંસ વચ્ચે ૩૬ વિમાનો માટે લાખો ડોલરની ડીલ પર હસ્તાક્ષર થયા હતા, ત્યારે તેઓ સત્તામાં ન હતા. ેંદ્ગની મહાસભા દરમિયાન પત્રકારોએ ઇમેન્યુઅલ મેક્રોંની સાથે વાતચીત કરી હતી, ત્યારે એક ભારતીય ખાનગી ચેનલને તેમને પૂછ્યું કે શું ભારત સરકારે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સને ભારતના સાથી તરીકે લેવા માટે ફ્રાંસીસી સરકાર કે રાફેલના નિર્માત ડસોલ્ટને પ્રસ્તાવ કર્યો હતો, જેવો કે પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદે દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

ઇમેન્યુઅલ મેક્રોંને પ્રતિક્રિયા આપતાં સીધા આરોપોનું ખંડન ન કર્યું. તેઓએ આ સવાલના જવાબમાં કહ્યું કે, “હું તે સમયે સત્તામાં ન હતો, પરંતુ મને ખ્યાલ છે કે અમારા નિયમ ઘણાં જ સ્પષ્ટ છે અને આ સરકારની સરકાર સાથે ચર્ચા છે અને આ અનુબંધ વ્યાપક વસ્તુનો ભાગ છે, જે ભારત અને ફ્રાસં વચ્ચે એક સૈન્ય અને રક્ષા ગઠબંધન છે. ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંને વધુમાં આ સવાલનો જવાબ વિસ્તારથી આપવાની જગ્યાએ કહ્યું કે, હું માત્ર તે વાતનો ઉલ્લેખ કરવા ઈચ્છું છું, જે થોડાં દિવસ પહેલાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું. ઇમેન્યુઅલ મેક્રોં ગત વર્ષે મે માસમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા જ્યારે કે વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૧૬માં રાફેલ ડીલની જાહેરાત કરી હતી, તે સમયે ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદે હતા.

Previous article૧૪ વર્ષ જૂના શારીરિક શોષણ કેસમાં અમેરિકન કોમેડિયન બિલ કોસ્બીને સજા
Next articleએક વખત બોલ્ડ ફિલ્મ માટે તેને પણ બોલાવાઇ : નુસરત