માલદીવમાં વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને અંગ્રેજોનાં શાસન વખતની કેટલીક મૂર્તિઓને ઈસ્લામ ધર્મ માટે અપમાનજનક ગણાવી છે. અબ્દુલ્લા યામીને જુલાઈ મહિનામાં જ આ મૂર્તિઓને તોડવા માટેનો આદેશ આપી દીધો હતો. આખરે શુક્રવારનાં રોજ આ મૂર્તિઓને પોલીસોએ કુહાડી અને અન્ય સાધનોની મદદથી તોડી પાડી છે. જેસન ડિકૈરસ ટેલર દ્વારા બનાવેલી આ મૂર્તિઓને માલદીવનાં એક રિસોર્ટમાં પાણીમાં અડધા ડૂબેલા કંટેનરમાં ભરીને રાખવામાં આવી હતી.
જુલાઈમાં જ્યારે આ મૂર્તિઓ લગાવવામાં આવી રહી હતી તે સમયે જ ધર્મગુરૂઓએ આ મૂર્તિઓની અવગણના કરી હતી. માલદીવમાં ઈસ્લામ ધર્મએ મૂર્તિ નિર્માણને પ્રતિબંધિત કર્યું છે. જો કે, આ મૂર્તિઓને ઈસ્લામ ધર્મ સાથે કંઈ જ લાગતું-વળગતું નથી. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં યામીનનાં પરાસ્ત થયાના તરત પછી આ મૂર્તીઓને તોડવામાં આવી રહી છે. જેને કારણે પણ કેટલાક પ્રશ્નો ઉદ્ભવી રહ્યાં છે.