એક વખત બોલ્ડ ફિલ્મ માટે તેને પણ બોલાવાઇ : નુસરત

1324

પ્યાર કા પંચનામા સિરિઝની ફિલ્મો માટે લોકપ્રિય રહેલી અભિનેત્રી નુસરત ભરૂચા પોતાની જુની ટીમની સાથે નવી ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મમાં હાલમાં નજરે પડી હતી. બ્રોમાંસ વર્સલ રોમાંસની ખાસ થીમ પર આધારિત તૈયાર કરવામાં આવેલી ફિલ્મ યુવા પેઢીમાં લોકપ્રિયતા જગાવવામાં સફળ રહી હતી.  ફિલ્મને સારી સફળતા મળી હતી. હાલમાં નુસરતે જુદા જુદા વિષય પર વાત કરી હતી. આ ફિલ્મમાં તે નિર્દેશક લવ રંજન અને અભિનેતા કાર્તિક આર્યનની સાથે ચોથી વખત દેખાઇ હતી.  વારંવાર આ ટીમની સાથે કામ કરવા માટેના કોઇ ખાસ કારણ છે કે કેમ તે અંગે પુછવામાં આવતા નુસરતે કહ્યુ હતુ કે આના માટેના કોઇ ખાસ કારણ નથી. તેનુ કહેવુ છે કે આ નિર્માતા નિર્દેશકો કરતા તેને વધારે સારુ કામ અન્ય કોઇ આપી રહ્યુ નથી. લવ અને કાર્તિક સાથે તેની ચોથી ફિલ્મ હતી. તેનુ કહેવુ છે કે એક ફિલ્મ બાદ બીજી ફિલ્મ તેના કરતા વધારે સારી બની હતી.  આ ટીમ સાથે કામ કરવાનો સૌથી મોટો ફાયદો એ થયો છે કે તે એક્ટિંગ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકી છે. તેનુ કહેવુ છે કે સંઘર્ષના દિવસો હજુ પૂર્ણ થયા નથી. તેનુ કહેવુ છે કે કાસ્ટિંગ કાઉચના મામલે તે વધારે કહેવા માંગતી નથી. તેની સાથે સીધી રીતે ક્યારેય આવુ બન્યુ નથી. પરંતુ ઇશારામાં સમજી શકાય છે કે સામે વાળી વ્યક્તિ આપની પાસેથી શુ ઇચ્છે છે. તેનુ કહેવુ છે કે એક વખત બોલ્ડ ફિલ્મ માટે તેને બોલાવવામાં આવી હતી અને આ વિષય પર વાત કરવામાં આવી હતી. તેનુ કહેવુ છે કે સાહસ સાથે આગળ વધનાર માટે કોઇ તકલીફ નથી. બોલિવુડમાં નોન ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતી અભિનેત્રીઓ સાથે કાસ્ટિંગ કાઉચ જેવી ઘટના જોવા મળે છે. આ બાબત વાસ્તિક છે. નુસરત ભરૂચા પોતાની જુની ટીમની સાથે નવી ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મમાં હાલમાં નજરે પડી હતી. બ્રોમાંસ વર્સલ રોમાંસની ખાસ થીમ પર આધારિત તૈયાર કરવામાં આવેલી ફિલ્મ યુવા પેઢીમાં લોકપ્રિયતા જગાવવામાં સફળ રહી હતી.  ફિલ્મને સારી સફળતા મળી હતી. હાલમાં નુસરતે જુદા જુદા વિષય પર વાત કરી હતી. આ ફિલ્મમાં તે નિર્દેશક લવ રંજન અને અભિનેતા કાર્તિક આર્યનની સાથે ચોથી વખત દેખાઇ હતી.  વારંવાર આ ટીમની સાથે કામ કરવા માટેના કોઇ ખાસ કારણ છે કે કેમ તે અંગે પુછવામાં આવતા નુસરતે કહ્યુ હતુ કે આના માટેના કોઇ ખાસ કારણ નથી. તેનુ કહેવુ છે કે આ નિર્માતા નિર્દેશકો કરતા તેને વધારે સારુ કામ અન્ય કોઇ આપી રહ્યુ નથી. લવ અને કાર્તિક સાથે તેની ચોથી ફિલ્મ હતી. તેનુ કહેવુ છે કે એક ફિલ્મ બાદ બીજી ફિલ્મ તેના કરતા વધારે સારી બની હતી. આ ટીમ સાથે કામ કરવાનો સૌથી મોટો ફાયદો એ થયો છે કે તે એક્ટિંગ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકી છે. તેનુ કહેવુ છે કે સંઘર્ષના દિવસો હજુ પૂર્ણ થયા નથી. તેનુ કહેવુ છે કે કાસ્ટિંગ કાઉચના મામલે તે વધારે કહેવા માંગતી નથી.

Previous articleરાફેલ સોદા પર હસ્તાક્ષર થયા ત્યારે હું સત્તા પર ન હતો : ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોં
Next articleશ્વેતા રોહિરાની જન્મદિવસ પાર્ટી